- આતંકીઓએ ઓચિંતો હુમલો કર્યો
- મુખ્યમંત્રીએ કરી હુમલાની નિંદા
- ડ્યુટી પરના 2 પોલીસકર્મી ઘાયલ
નોર્થ વેસ્ટ પાકિસ્તાનમાં અશાંત પ્રાંત ખૈબર પખ્તૂનખામાં આતંકવાદીઓએ શુક્રવારે ડ્યુટી કરીને ઘરે આવી રહેલા જજના કાફલા પર ઓચિંતો હુમલો કર્યો. જેમાં તેમની સુરક્ષામાં રહેલા 2 પોલીસકર્મી ઘાયલ થયા છે તો 2ના મોત થયા છે. પોલીસકર્મીએ જાણકારી આપી છે કે તમામ 3 ન્યાયાધીશ સુરક્ષિત છે.
આતંકીઓએ કર્યો ઓચિંતો હુમલો
ખૈબર પખ્તૂનખામાં ડેરા ઈસ્માઈલ ખાનમાં ટેન્ક જિલ્લામાં કોર્ટમાં ડ્યુટી બાદ ન્યાયાધીશોનો કાફલો જ્યારે ઘરે જઈ રહ્યો હતો ત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા રખાઈ હતી પરંતુ આ પછી સશસ્ત્ર આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો.
મુખ્યમંત્રીએ કરી હુમલાની નિંદા
આ સમયે મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે ન્યાયાધીશના વાહનો પર હુમલાની નિંદા કરી અને સાથે રિપોર્ટ પણ માંગ્યો છે. ગંડાપુરના 2 પોલીસકર્મીના મોત પર સંવેદના વ્યક્ત કરી છે અને સાથે સુરક્ષાને વધારે મજબૂત કરવાનું કહ્યું છે. નેશનલ એસેમ્બલીમાં આવેલા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં વર્ષ 2023માં 1514 આતંકી હુમલા થયા છે અને તેમાં 2922 લોકોના મોત થયા છે.


