- ટ્રમ્પ અને કમલા હેરિસ કરવા માગે છે અલગ-અલગ ચેનલ પર ડિબેટ
- અમેરિકન ન્યૂઝ નેટવર્ક પર અલગ-અલગ પાર્ટીના સમર્થનમાં હોવાનો આક્ષેપ
- બન્ને વચ્ચે મીડિયા ડિબેટને લઈ સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ
બિઈડેન અને ટ્રમ્પ વચ્ચેની પહેલી મીડિયા ડિબેટ પછી જ પાર્ટીમાં બિઈડેન વિરુદ્ધ વિરોધનો શોર ઉઠ્યો હતો. કારણ કે બિઈડેન આ ડિબેટમાં હારતા જોવા મળ્યા હતા અને ટ્રમ્પની સરખામણીમાં નબળા દેખાતા હતા. આ પછી ઘણા નેતાઓએ બિઈડેનની ઉમેદવારી પર ફરીથી સવાલો ઉઠાવ્યા હતા.
ટ્રમ્પ અને કમલા હેરિસ મીડિયા ડિબેટને લઈ આમને-સામને
અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે પ્રથમ ડિબેટ પહેલા જ બન્ને વચ્ચે સોશિયલ મીડિયા પર આમને-સામને જોવા મળ્યા છે. બન્ને અલગ-અલગ ટીવી ચેનલો અને તારીખો પર ડિબેટ કરવા માંગે છે. જ્યારે કમલા હેરિસ ABC ન્યૂઝ પર 10 સપ્ટેમ્બરે ડિબેટ કરવા માગે છે, જ્યારે ટ્રમ્પનું કહ્યું કે તેઓ ફોક્સ ન્યૂઝ પર 4 સપ્ટેમ્બરે કમલા હેરિસ સાથે ડિબેટ કરવા માગે છે. હવે આ ડિબેટને લઈને બન્ને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. મહત્ત્વનું છેકે, આ વર્ષે 5 નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે મતદાન થવાનું છે.
ટ્રમ્પ ફોક્સ ન્યુઝ પર કરવા માગે છે મીડિયા ડિબેટ
ટ્રમ્પે શુક્રવારે મોડી રાત્રે ટ્રુથ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે, નિયમો રાષ્ટ્રપતિ જો બિઈડેન સાથેની પ્રથમ ચર્ચાની જેમ જ હશે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, તેઓ 4 સપ્ટેમ્બરે પેન્સિલવેનિયામાં ફોક્સ ન્યૂઝ પર જોવા મળશે. હેરિસ નવા નેટવર્ક અને તારીખ માટે સંમત નહીં થાય તો તે ફોક્સ ન્યૂઝ સાથે ટાઉન હોલ યોજશે. ઉલ્લેખનીય છેકે, બિઈડેન સાથે ટ્રમ્પની બીજી ડિબેટની તારીખ 10 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી અને તે પણ ફોક્સ ન્યૂઝ પર. ટ્રમ્પ આ ડિબેટ ફોક્સ ન્યૂઝ પર 4 સપ્ટેમ્બરે કરવા માગે છે.
કમલા હેરિસ ABC ન્યૂઝ પર 10 સપ્ટેમ્બરે ડિબેટ કરવા માગે છે
જ્યારે કમલા હેરિસ આ ડિબેટ ફોક્સને બદલે ABC ન્યૂઝ પર 10 સપ્ટેમ્બરે કરવા માગે છે. જે પહેલાથી જ નક્કી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, બિઈડેન અને ટ્રમ્પ વચ્ચે થયેલ પહેલી ડિબેટ બાદ જ પાર્ટીમાં બિઈડેન વિરુદ્ધ વિરોધનો શોર ઉઠવા લાગ્યો હતો. કારણ કે બિઈડેન આ ડિબેટમાંમાં ટ્રમ્પની સરખામણીમાં નબળા જોવા મળ્યા હતા.
ટ્રમ્પ ડરી ગયા છેઃ હેરિસના પ્રવક્તા
ટ્રમ્પના આ ડિબેટ પ્રસ્તાવ પર કમલા હેરિસનું નિવેદન પણ સામે આવ્યું છે. કમલા હેરિસના પ્રવક્તા માઈકલ ટેલરે કહ્યું કે, ટ્રમ્પ ડરી ગયા છે. હેરિસે કહ્યું કે, તે એવા નેટવર્ક પર ચર્ચા કરવા માંગે છે જે તેમના ઈશારા પર કામ કરે છે.
અમેરિકન ન્યૂઝ નેટવર્ક પર અલગ-અલગ પાર્ટીના સમર્થનમાં હોવાનો આક્ષેપ
અમેરિકન ન્યૂઝ નેટવર્ક પર આરોપ છે કે, તેઓ અલગ-અલગ પાર્ટીઓના પક્ષમાં જોવા મળી રહ્યા છે. ફોક્સ ન્યૂઝને રૂઢિચુસ્ત માનવામાં આવે છે. જ્યારે ABCને ડેમોક્રેટ વલણ ધરાવતું માનવામાં આવે છે. આ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. કમલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ટ્રમ્પ ફોક્સ ન્યૂઝ પર ચર્ચા ઇચ્છે છે જેથી ફોક્સ ન્યૂઝ ટ્રમ્પને બચાવી શકે.
કમલા હેરિસ દાવો કરી રહી છે કે તે ટ્રમ્પને હરાવી દેશે
બીજી તરફ બિઈડેને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ હવે કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. તેમને પાર્ટી તરફથી પણ પૂરતું સમર્થન મળ્યું છે. જોકે ઘણા સર્વેમાં ટ્રમ્પનું પલડું ભારે જોવા મળે છે. ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ તેમના સમર્થનમાં મોજું ફરી વળ્યું છે. પરંતુ કમલા હેરિસ દાવો કરી રહી છે કે તે ટ્રમ્પને હરાવી દેશે.


