- ઈઝરાયલ હમાસની હત્યા પછી સતત એલર્ટ થયું
- ઈરાન, લેબેનોન, હમાસ સાથે ઈઝરાયલ એકલું લડી રહ્યું છે
- યુદ્ધની ભીતિ વચ્ચે ઈઝરાયલ મરણિયું બન્યું
ઈઝરાયલની સેનાએ હમાસ વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ સતત આતંકવાદીઓનો સફાયો કરવામાં લાગી છે. આ વખતે ઈઝરાયલના સૈન્યએ વેસ્ટ બેંકમાં ઘાતક હુમલો કર્યો છે. ઈઝરાયલે બે હવાઈ હુમલામાં વેસ્ટ બેંકમાં નવ પેલેસ્ટાઈની કટ્ટરપંથીઓને મોતને ઘાટ ઉતાર્યા જ્યારે એક સ્કૂલ પર કરેલા હુમલામાં 15 પેલેસ્ટાઈનીઓના મોત થયા હતા. ઈઝરાયલી સૈન્યએ આ જાણકારી આપી હતી. ઈઝરાયલી સેન્યએ સવારે ઉત્તરી વેસ્ટ બેંકમાં તુલકરમ શહેરના બહારના ગ્રામીણ વિસ્તારમાં એક વાહન પર હુમલો કર્યો. જેમાં પાંચ લોકોનાં મોત થયા હતા.
હમાસે સ્થાનિક કમાન્ડર સહિત પાંચેયને જૂથના સભ્યો તરીકે ઓળખાવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર પેલેસ્ટાઈનના ઝીતા અને કાફીન ગામોને જોડતા રસ્તા પર આ હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક રહેવાસી તૈસર અબ્દુલ્લાએ કહ્યું, “અમે ઘટનાસ્થળે પહોંચ્યા. ત્યાં એક યુવકનો મૃતદેહ પડયો હતો. તેનો અડધો ચહેરો ગાયબ હતો.
ઘણા મૃતકોની ઓળખ થઈ શકી નથી
હુમલો એટલો જોરદાર હતો કે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇઝરાયેલની સેના હમાસના આતંકવાદીઓના સ્થાનો પર સતત હુમલા કરી રહી છે. સેનાએ હમાસનો સંપૂર્ણ સફાયો કરવાની સોગંધ લીધા છે. મળતી માહિતી પ્રમાણે ચાર મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે અને તેમની ઓળખ થઈ શકી નથી. શનિવારની શરૂઆતમાં, ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે તેણે તુલકારમ વિસ્તારમાં ઇઝરાયેલી સૈનિકો પર ગોળીબાર કર્યા પછી તરત જ વધુ ચાર પેલેસ્ટિનિયન આતંકવાદીઓને મારી નાખ્યા હતા.


