- જાપાને ભારત સહિત ઘણા દેશો માટે સત્તાવાર રીતે તેનો ઈ-વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો છે
- આ ઈ-વિઝા સિંગલ એન્ટ્રી પર 90 દિવસ માટે માન્ય રહેશે
- આ ઈ-વિઝા સામાન્ય પાસપોર્ટ ધરાવનારા પ્રવાસીઓ માટે છે
જાપાને ભારત સહિત ઘણા દેશો માટે સત્તાવાર રીતે તેનો ઈ-વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ ઈ-વિઝા સિંગલ એન્ટ્રી પર 90 દિવસ માટે માન્ય રહેશે. આ ઈ-વિઝા સામાન્ય પાસપોર્ટ ધરાવતા પ્રવાસીઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જો હવે તમે પણ ભારતમાંથી જાપાન જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક છે કારણ કે તમને કોઈપણ મુશ્કેલી વિના એક સરળ પ્રક્રિયા દ્વારા જાપાન માટે ઈ-વિઝા મળશે.
જાપાન ઈ-વિઝા માટે કોણ અરજી કરી શકે?
જાપાન ઈ-વિઝા માટે અરજી કરવાની પાત્રતા વિશે વાત કરતા, ઘણા દેશો અને શહેરોના લોકો તેના માટે અરજી કરી શકે છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કંબોડિયા, કેનેડા, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, તાઇવાન, યુએઈ, યુકે, યુએસએ સિવાય ભારતીય નાગરિકો પણ ઈ-વિઝા માટે પાત્ર છે. આ દેશોના નાગરિકો જાપાન ઈ-વિઝા વેબસાઈટ દ્વારા ઈ-વિઝા માટે અરજી કરી શકે છે.
જાપાન ઈ-વિઝા માટે અરજી કરવાની આ રીત
- સૌપ્રથમ જાપાન ઈ-વિઝા વેબસાઈટ ઓપન કરો
- તમારી મુસાફરી માટે યોગ્ય વિઝા અને ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો
- વિઝા અને ડોક્યુમેન્ટનું વેરિફીકેશન કરો
- ઓનલાઈન વિઝા માટે જરૂરી માહિતી આપો
- વિઝા અરજીનું પરિણામ તમારા ઈ-મેલ પર આવશે
- ત્યારબાદ વિઝા ચાર્જ ફક્ત ઈ-મેલ પર ચૂકવવાનો રહેશે
- વિઝા ફી ભર્યા બાદ ઈ-વિઝા આપવામાં આવશે
- કેટલાક કિસ્સાઓમાં તમને વ્યક્તિગત ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી શકે છે.


