- ઈઝરાયલ અત્યારે ઘણા મોરચે એકલા હાથે યુદ્ધ લડી રહ્યું છે
- હમાસ, ઈરાન, લેબનોન સાથે સંઘર્ષ વચ્ચે પણ ઈઝરાયલે મિત્ર દેશ ભારતને શુભેચ્છા પાઠવી
- ઈઝરાયલ દૂતાવાસે સોશિયલ મીડિયા પર લખ્યું “તેરે જેસા યાર કહાં, કહાં ઐસા યારાના…”
ઈઝરાયલ-હમાસ, ઈરાન અને લેબેનોન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના મંડાણ વચ્ચે મિડલ-ઈસ્ટમાં અત્યારે ભારે તણાવ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા વચ્ચે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સીધું યુદ્ધ ફાટી નીકળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ બંને દેશ વચ્ચે યુદ્ધના મંડાણની આશંકા વચ્ચે પણ ઈઝરાયલે પોતાના મિત્ર ભારતને એકદમ નવા અને ફિલ્મી અંદાઝમાં ફ્રેન્ડશિપ-ડેની શુભકામના પાઠવીને સૌને ચોંકાવી દીધા છે.
ઈઝરાયલી દૂતાવાસે ઈઝરાયલ અને ભારતના રાષ્ટ્રીય ધ્વજની સાથે બંને દેશોની મિત્રતા દર્શાવતી એક ગ્રાફિક ઈમેજ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આની ઉપર લખ્યું- “તેરે જેસા યાર કહાં, કહાં ઐસા યારાના…”
ઈઝરાયલે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં આગળ લખ્યું કે મારા પ્રિય મિત્ર ભારત આપને ફ્રેન્ડશિપ-ડેની હાર્દિક શુભકામના. આપણી સતત વધતી મિત્રતા અને પરસ્પર ભાગીદારી નવી ઉંચાઈએ પહોંચશે. ફ્રેન્ડશિપ-ડે 2024 ઈઝરાયલનો આ સંદેશે સોશિયલ મીડિયા પર ચકચાર મચાવી દીધી છે. આ પોસ્ટ ભારતમાં આવેલા ઈઝરાયલના દૂતાવાસ તરફથી કરવામાં આવી છે. ઈઝરાયલ તરફથી ભારતને એક અનોખી સ્ટાઈલમાં શુભેચ્છા અપાઈ. ભારત અને ઈઝરાયલ વચ્ચે સતત મજબૂત થતા સંબંધો જીવતા જાગતું પ્રમાણ છે.
પીએમ મોદી અને બેંઝામિન નેતન્યાહૂ સારા મિત્રો
ઈઝરાયલ અને ભારતની મજબૂત મિત્રતાનું કારણ પીએમ મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ છે. બંને નેતાઓ વચ્ચે જોરદાર મિત્રતા છે. આનું પ્રમાણે એ પણ છે કે ઈઝરાયલ પર સાત ઑક્ટોબર 2023ના દિવસે જયારે હમાસે આતંકવાદી હુમલો કર્યો અને 1250 ઈઝરાયલીઓને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે ભારત વિશ્વનો પ્રથમ એવો દેશ હતો જેને સૌથી પહેલા આ હુમલાને આતંકી હુમલો કહીને વખોડી કાઢયો હતો. ઉપરાંત એ મુશ્કેલ ઘડીમાં દરેક પ્રકારે ઈઝરાયલની સાથે ઊભા રહેવાની કટિબદ્ધતા જાહેર કરી હતી. ત્યારે ભારત અને ઈઝરાયયની દોસ્તી વધુ મજબૂત થઈ ગઈ છે. વિશ્વ એટલે પણ આશ્ચર્યચકિત છે કે ઈઝરાયલની સાથે ભારતના સંબંધો ફિલીપાઈન્સ અને ઈરાનની સાથે પણ મજબૂત છે.


