- બ્રિટનમાં ત્રણ બાળકીઓની હત્યાના વિરોધમાં હિંસક વિરોધ પ્રદર્શન
- હિંસક ઝપાઝપીમાં સેંકડો પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
બ્રિટનમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. અસામાજિક તત્વોએ વિરોધ પ્રદર્શન કરી પોલીસકર્મીઓ અને ઉચ્ચાધિકારીઓને પણ ટાર્ગેટ બનાવ્યા હતા. ગત મહિને ત્રણ બાળકીની હત્યાની ખોટી સૂચના પછી આખા બ્રિટનમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ હિંસક ઝપાઝપીમાં ઘણા પોલીસ અધિકારીઓને ઈજા થઈ હતી. વિરોધ પ્રદર્શન કરતા અસામાજિક તત્વોએ પોલીસ પર કાચની બોટલ અને ઈંટો ફેંકીને હુમલા કર્યા હતા. જેથી તમામ ઈજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અગાઉ સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે, સગીરાને પ્રવાસી 29 જુલાઈએ નૃત્ય અને યોગ કાર્યક્રમમાં ત્રણ બાળકોની ચપ્પુ મારી હત્યા કરી હતી. સોશિયલ મીડિા પર આ જાણકારી ફેલાઈ ગયા બાદ સાઉથપોર્ટમાં રમખાણ ફાટી નીકળ્યા હતા.
શંકાસ્પદ શખ્સની પોલીસે કરી ધરપકડ
આ મુદ્દે શંકાસ્પદ એક્સલ રૂદાકુબાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. યુવકનો જન્મ બ્રિટનના રવાંડામાં થયો હતો. તેઓ એક ખ્રિસ્તી છે. હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે શહેરમાં આગચંપી, હિંસા અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. લિવરપુલ, બ્રિસ્ટલ, બેલફાસ્ટમાં હિંસક ઝપાઝપી થઈ રહી છે. આમાં મોટાભાગના યુવકો હતા. આ યુવકો પોલીસ પર પણ હુમલા શરૂ કર્યા હતા. આ દરમિયાન સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.
પથ્થરમારામાં પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત
વિરોધ પ્રદર્શનઓએ ઈંટો, કાચની બોટલો અને આગના કાકડા સળગાવીને ફેંકી રહ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓને ઈજા થઈ હતી. વિરોધ પ્રદર્શન દરમિ.યાન વાહનો અને બસોને ટાર્ગેટ કરી આગચંપી કરી હતી. પ્રદર્શનકારીઓએ કેટલીક કારને આગચાંપી હતી.
સમગ્ર શહેર પર દેખરેખ રાખનાર પોલીસ અનુસાર, લિવરપુરમાં વિરોધ પ્રદર્શનકારીઓમાં બે અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓના ચહેરા પર ઈજા થઈ હતી. જ્યારે એક બીજા પોલીસને મોટરસાઈકલથી ટક્કરર મારવામાં આવી હતી અને તેની પર હુમલો કરાયો હતો. બ્રિસ્ટલમાં પોલીસે 14 લોકોની ધરપકડ કરી જેલભેગા કરી દીધા હતા.


