- તમે લગ્ન કેમ ન કર્યા? જેવા પ્રશ્નથી દુઃખી થયેલા વ્યક્તિએ કરી હત્યા
- પડોશીના માથામાં જોરથી લાકડાનો ટુકડો મારી કરી કરપીણ હત્યા
- હાલ આ મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો
ઈન્ડોનેશિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમે લગ્ન કેમ ન કર્યા? જેવા પ્રશ્નથી દુઃખી અને ગુસ્સે થયેલા વ્યક્તિએ પ્રશ્ન પૂછનારની હત્યા પણ કરી નાખી છે. ઈન્ડોનેશિયામાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલ આ મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ઈન્ડોનેશિયાના દક્ષિણ તાપાનુલીમાં 29 જુલાઈની રાત્રે 45 વર્ષીય પરલિન્દુંગન સિરગરે તેના 60 વર્ષના પાડોશી અસગીમ ઈરિયાન્ટોની નિર્દયતાથી હત્યા કરી હતી. ઘટનાનું કારણ એટલું સરળ હતું કે કોઈ કલ્પના પણ ન કરી શકે – એક સાદો પ્રશ્ન તમે લગ્ન કેમ નથી કર્યા. આ ઘટનાથી સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
તમારા લગ્ન કેમ નથી થયા હોવાનો પ્રશ્ન બન્યો મોતનું કારણ
29 જુલાઇના રોજ રાત્રે લગભગ 8 વાગે પેરાલિન્દુગન સિરગર અસ્ગીમ હાથમાં લાકડાનો ટુકડો લઇને ઇરિયાન્ટોના ઘરે પહોંચ્યો હતો. તેઓએ કોઈપણ ચેતવણી વિના અસગીમ પર હુમલો કર્યો. આ અણધાર્યા હુમલાને કારણે અસાગીમ રોડ પર ભાગવા લાગ્યો હતો, પરંતુ પરલિન્દુંગને તેનો પીછો કરીને તેને માથામાં જોરથી લાકડાનો ટુકડો માર્યો હતો. આ હુમલાના કારણે અસગીમને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું.
લગ્નના પ્રશ્નથી પુરુષ કંટાળી ગયો હતો
પૂછપરછ દરમિયાન પારલિન્દુંગને ખુલાસો કર્યો હતો કે, અસગિમ દ્વારા વારંવાર લગ્ન વિશે પ્રશ્નો પૂછવામાં આવતો હોવાથી તે ગુસ્સે હતો. તેને આ મજાક પસંદ ન આવી અને તેણે અસગીમની હત્યા કરવાનું નક્કી કર્યું. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું કે, આ ઘાતકી હુમલા પાછળનું કારણ એ હતું કે, અસગીમ વારંવાર પરલિન્દુનગનને મજાકમાં પુછતો હતો કે તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા.
ઈન્ડોનેશિયામાં આ ક્રાઈમ ચર્ચાનો વિષય બન્યો
આ ઘટનાથી સમગ્ર ઈન્ડોનેશિયામાં ખળભળાટ મચી ગયો છે. સાથે એવા પણ સવાલો પણ ઉઠાવ્યા છે કે, શું આપણા શબ્દોની અસર એટલી ઊંડી હોઈ શકે કે તેઓ કોઈને ગુનાની અણી પર લાવે? શું આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણા પ્રશ્નો કોઈ માટે કેટલા સંવેદનશીલ હોઈ શકે? અને શું આપણા શબ્દો ક્યારેય આટલા ઊંડે સુધી દુઃખી થઈ શકે છે કે તેના પરિણામો આટલા ગંભીર હોઈ શકે? આ ઘટનાએ લોકોને વિચારવા માટે મજબૂર કર્યા છે કે, કેવી રીતે સાધારણ સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓ પણ ઊંડા તણાવ અને વિવાદો તરફ દોરી શકે છે.


