- એલન મસ્કની કંપની ન્યૂરાલિંકે ફરી રોગીના મગજમાં સફળતાથી ચિપ લગાવી
- વિશ્વના સૌથી ધનિક વ્યકિત એલન મસ્કે ફરી વાહવાહી મેળવી
- હાલ ન્યૂરાલિંકની આ ટેક્નોલૉજી પોતાના શરૂઆતના ગાળામાં છે
ટેક્નોલૉજીના વિશ્વમાં અમેરિકાના બિઝનેસમેન અને વિશ્વના સૌથી ધનિક વ્યકિત એવા એલન મસ્ક હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. કારણ કે, તેઓના ઘણા બિઝનેસ ટેક્નોલૉજી વર્લ્ડથી સંકળાયેલા છે, જેમાં હંમેશા નવી અને અનોખી ટેક્નોલૉજીને ઉમેરતા હોય છે. આવું જ કંઈક આ વખતે થયું છે. જ્યારે એલન મસ્કની કંપની ન્યૂરાલિંકે એકવાર ફરીથી વિશ્વમાં વાહવાહી મેળવી છે.
માનવના મગજમાં ચિપ લગાવી
ન્યૂરાલિંકે એક માનવના મગજમાં પોતાની બ્રેન ચિપને સફળતાપૂર્વક ફિટ કરી દીધી છે. આ એક એવું ડગલું છે જે વિજ્ઞાનના વિશ્વમાં નવી ક્રાંતિ લાવી શકે છે. એલન મસ્કની આ કંપની એટલે ન્યૂરાલિંકનો હેતુ મસ્તિષ્ક અને કમ્પ્યૂટરની વચ્ચે એક સીધા સંપર્કને સ્થાપિત કરવાનું છે. ન્યૂરાલિંકનું કહેવું છે કે, આ ટેક્નિકને લીધે માનવોને ઘણા પ્રકારની ભયંકર બીમારીઓની સારવાર પણ થઈ શકે છે. આ સિવાય બ્રેન ચિપ માનવની સફળતાઓને વધારશે.
ન્યૂરાલિંક કંપનીએ આ ચિપ વિશે વાત કરતા કહ્યું કે, આ ચિપ એક નાનકડાં સિક્કાના આકારની છે. જેમાં હજારો નાના-નાના ઈલેક્ટ્રોડ લાગેલા છે. ન્યૂરાલિંક કંપની ઈલેક્ટ્રોડને એક ચિપથી માનવના મગજમાં ઘણી સાવધાનીથી ફિટ કરી શકાય છે. આ ઈલેકટ્રોડ માનવના બ્રેઈનમાં જઈને કોશિકાઓ એટલે કે સેલ્સના સિગ્લનને રેકોર્ડ કરે છે અને તેને એક કમ્પ્યૂટર અથવા કોઈ અન્ય ડિવાઈસ સુધી પહોંચાડે છે.
કમ્પ્યૂટરથી કંટ્રોલ થશે મગજ
જો આપણે આ ટેક્નિકને સરળ ભાષામાં સમજીએ તો એલન મસ્કની આ કંપની ન્યૂરાલિંક માનવના મગજમાં ચિપ લગાવીને તેને કમ્પ્યૂટરથી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આ ટેક્નોલૉજીથી સૌથી વધુ ફાયદો એવા લોકોને થશે જેએ ગંભીર રીતે લકવાગ્રસ્ત છે. ન્યૂરાલિંકનું માનવું છે કે, જે લોકો ગંભીર રીતે લકવાગ્રસ્ત છે તે પણ આ ચિપની મદદથી પોતાના વિચારો વડે કમ્પ્યૂટર, ફોન અથવા આર્ટિફિશિયલ બોડી પાર્ટને કંટ્રોલ કરી શકશે.
જો કે, હાલ ન્યૂરાલિંકની આ ટેક્નોલૉજી પોતાના શરૂઆતના ગાળામાં છે અને હાલ આની સુરક્ષા અને મનવો પર આના ખરાબ અસરોને લઈ ઘણા પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે, માનવનું મગજ એક જટિલ અંગ છે, જેમાં કોઈપણ ફેરબદર કરવી માનવ જીવન માટે જોખમભર્યું થઈ શકે છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, આ ટેક્નોલૉજીના કારણે માનવનું દિમાગ અને મનને કોઈ પણ બીજી વ્યકિત કાબૂ કરી શકશે. જે એક ખોટી વસ્તુ છે. આનો કોઈપણ ખરાબ ફાયદો ઉઠાવી શકે છે.


