- ઘટનામાં તમામ લોકોના મોત
- દુર્ઘટનાનું કારણ અકબંધ
- વિમાનમાં 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ હતા
બ્રાઝિલમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. શુક્રવારે 62 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું છે. આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ 62 લોકોના મોત થયા છે. દુર્ઘટનાસ્થળની પાસેથી સૂત્રો દ્વારા મળી રહેલી માહિતિ અનુસાર શુક્રવારે બ્રાઝિલના સાઉ પાઉલોની પાસે 62 લોકોને લઈને જતું એક ટર્બોપ્રોપ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા.
ક્યાં બની ઘટના
વિન્હેડોની પાસે વેલિનહોસના શહેરના અધિકારીઓએ કહ્યું કે દુર્ઘટનામાં કોઈ જીવિત બચ્યું નથી. આ સાથે કોન્ડોમિનિયમમાં એક ઘર ક્ષતિગ્રસ્ત થયું છે. ઘરમાં કોઈના ઈજાગ્રસ્ત થવાના કોઈ સમાચાર નથી. મળતી માહિતિ અનુસાર એરલાઈન વોપાસ લિન્હાસ એરિયાઝ દ્વારા સંચાલિત એટીઆર-72 વિમાન પરાના રાજ્યના કાસ્કેવેલથી સાઉ પાઉલેના ગ્વારુલહોસ જઈ રહ્યું હતું, સાઓ પાઉલોના રાજ્ય અગ્નિશમન દળે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી કે વિન્હેડોમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું અને તેની દુર્ઘટનાના ક્ષેત્રમાં સાત દળ મોકલાયા.
58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ હતા સવાર
એરલાઈન વોપાસની તરફથી મળી રહેલી માહિતિ અનુસાર સાઓ પાઉલોના આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા ગ્વારુલહોસને માટે જઈ રહેલું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. તેમાં 58 યાત્રીઓ અને 4 ચાલકદળના સભ્યો હતા. તમામ માહિતિની સાથે દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
વિમાન ઝાડીઓવાળા વિસ્તારમાં પડ્યું
મળી રહેલી માહિતિ અનુસાર એક રહેણાક વિસ્તારમાં આગ લાગવા અને વિમાનના કેટલાક ભાગમાં ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. એક વિમાનને ઝડપથી નીચેની તરફ પડતું જોવા મળ્યું. આ સાથે તે ઝાડીઓ વાળા વિસ્તારોમાં પડતું જોવા મળી રહ્યું છે અને તેના પછી ધુમાડો નીકળી રહ્યો હતો. દ. બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં ઘટનાને લઈને રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લૂલા દા સિલ્વાએ દુઃખ પણ વ્યક્ત કર્યું અને સાથે તમામ હાજર લોકોએ ઊભા થઈને એક મિનિટનું મૌન પણ પાળ્યું.


