- પેટોન્ગટાર્ન થાઈલેન્ડના ઈતિહાસમાં સૌથી યુવા PM બન્યા
- થાઈલેન્ડની સંસદે પેટોન્ગટાર્ન શિનાવાત્રાને વડાપ્રધાન પદ માટે ચૂંટ્યા
- આ પદ પર પહોંચનાર શિનાવાત્રા તેમના પરિવારના ત્રીજા સભ્ય છે
થાઈલેન્ડની સંસદે પેટોન્ગટાર્ન શિનાવાત્રાને વડાપ્રધાન પદ માટે ચૂંટ્યા છે. તે દેશના સૌથી યુવા વડાપ્રધાન છે. માત્ર 2 દિવસ પહેલા જ થાઈલેન્ડની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન શ્રેથા થવિસિનને પદ પરથી બરતરફ કરી દીધા હતા. તેમના પર ભૂતપૂર્વ ગુનેગારને કેબિનેટમાં નિયુક્ત કરીને નૈતિક નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો.
37 વર્ષીય પેટોન્ગટાર્ન થાઈલેન્ડના પૂર્વ વડાપ્રધાન થાક્સિન શિનાવાત્રાની સૌથી નાની પુત્રી છે. તેણીના પિતા સિવાય તેણીની કાકી યીંગલક પણ થાઇલેન્ડના વડા પ્રધાન તરીકે સેવા આપી ચૂકી છે જેના કારણે તે થાઇલેન્ડની સૌથી નાની અને બીજી મહિલા વડા પ્રધાન બની છે.
આ પદ પર પહોંચનાર શિનાવાત્રા તેમના પરિવારના ત્રીજા સભ્ય છે. તેના પિતા થાક્સિન શિનાવાત્રા 15 વર્ષના વનવાસ બાદ ગયા વર્ષે જ દેશમાં પરત ફર્યા હતા. 2001માં થકસીન પ્રથમ વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા પરંતુ 2006માં બળવા બાદ તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે પેટોન્ગટાર્ન થાઈ રાજકારણમાં ખૂબ જ લોકપ્રિય છે. છેલ્લી ચૂંટણીઓમાં પણ તેણીએ ગર્ભવતી હોવા છતાં જોરશોરથી પ્રચાર કર્યો હતો. 2023ની ચૂંટણીમાં તેણીની ફેઉ થાઈ પાર્ટી બીજા સ્થાને હતી.
પેટોન્ગટાર્ન થાઈલેન્ડના ઈતિહાસમાં સૌથી યુવા PM બન્યા
પેટોન્ગટાર્ન થાઈલેન્ડના ઈતિહાસમાં સૌથી યુવા પીએમ બન્યા છે. તેની ઉંમર માત્ર 37 વર્ષની છે અને તે 21 ઓગસ્ટે 38 વર્ષની થઈ જશે. પેટોન્ગટાર્ન થાઈલેન્ડના પૂર્વ પીએમ અને બિઝનેસમેન થાક્સીન શિનાવાત્રાની પુત્રી છે અને થાઈલેન્ડની બીજી મહિલા પીએમ પણ છે. આ પહેલા તેની પોતાની કાકી યિંગલક શિનાવાત્રા થાઈલેન્ડની પ્રથમ મહિલા પીએમ રહી ચૂકી છે.


