- ફ્રાંસના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં એક એરોબેટિક પ્લેન દરિયાની ઉપર જ તૂટી પડયું
- વિમાન દુર્ઘટનામાં 65 વર્ષીય પાયલોટનું પણ મોત થયું
- અગાઉ ફ્રાંસમાં બે રફાલ વિમાન અથડાતા બે પાયલોટના મોત થયા હતા
આકાશમાં ઉંચે વિવિધ કરતબો કરતું એક વિમાન અચાનક અકસ્માતનો ભોગ બની ગયું હતું., ફ્રાંસના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં એક એરોબેટિક પ્લેન દરિયાની ઉપર જ તૂટી પડયું હતું. વિમાન ક્રેશ થયા પછી પાયલોટ અંદર ફસાઈ ગયો હતો આ દુર્ઘટનામાં પાયલોટનું પણ કરુણ મોત થઈ ગયું. ફ્રાંસિસી વાયુસેનાએ જણાવ્યું કે ફોગા મેજિસ્ટર વિમાન વાયુસેનાનું એક્રોબેટિક ફાઈંગ ટીમની સાથે ઉડયું અને આ દરમ્યાન વિમાન ક્રેશ થઈ ગયું હતું.
પાયલોટનો મૃતદેહ મળ્યો
ફોગા મેજિસ્ટર વિમાન બીજા વિશ્વ યુદ્ધ પછી બનાવવામાં આવ્યું હતું. આનો ઉપયોગ ફ્રાંસિસી વાયુસેનામાં ટ્રેનિંગ માટે કરવામાં આવે છે. વિમાનમાં કોઈ ઈજેક્શન સીચ નથી હોતી. પ્લેન ક્રેશ થયા પછી થોડીવારમાં 65 વર્ષીય પાયલોટનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે વાયુસેનાના શોને પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે.
રફાલ વિમાનો અથડાયા
ઉલ્લેખનીય છે કે, આવું પહેલીવાર નથી થયું. જ્યારે ફ્રાંસમાં કોઈ મોટી વિમાન દુર્ઘટના જોવા મળી હોય. આ અગાઉ બુધવારે આકાશમાં બે રફાલ વિમાનની જોરદાર ટક્કર જોવા મળી હતી. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. બુધવારે રાત્રે 10.30 વાગ્યે કોલંબે લેસ બેલ્સ પરથી ઉડેલા બે રફાલ વિમાન એકબીજાથી અથડાઈ ગયા હતા. આ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ થયો અને વિમાનમાં બેઠેલા બે પાયલોટ મોતને ભેટયા હતા. 10 કલાકની તપાસ પથી બંને પાયલોના મૃતદેહ મળી આવ્યા હતા.
ફ્રાંસના રાષ્ટ્રપતિએ ટવિટ કર્યું
ફ્રાંસ દેશના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોને પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ ટવિટ શેર કરી બંને પાયલટોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ ઘટનાને હજી બે દિવસ પણ નહોતા થયા કે ફ્રાંસમાં ફરી વિમાન અકસ્માતની ખબર સામે આવી ગઈ છે.


