- વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે એક દિવસની યાત્રા પર કુવૈત પહોંચ્યા
- જયશંકરે સોશિયલ મીડિયા મંચ એક્સ પર પોસ્ટ કરી કુવૈતના ક્રાઉન પ્રિન્સ અને વિદેશ મંત્રીનો આભાર માન્યો
- કુવૈતમાં બે મહિના પહેલા ભીષણ આગમાં 45 ભારતીયોનાં મોત થયા હતા
વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે એક દિવસની યાત્રા પર કુવૈત પહોંચ્યા હતા અને આ દરમિયાન તેઓ ભારત-કુવૈત દ્વિપક્ષીય સંબંધોના જુદાજુદા પાસાઓ પર કુવૈતના નેતૃત્વની સાથે વાતચીત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરના દેશમાં આગમન પછી કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યાએ તેઓનું સ્વાગત કર્યું. જયશંકરે સોશિયલ મીડિયા મંચ એક્સ પર પોસ્ટ કરી કહ્યું, નમસ્તે કુવૈત. હું ઉષ્માભર્યા સ્વાગત માટે વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યાનો આભાર માનું છું.
આજે કુવૈતની આગેવાની સાથે પોતાની મુલાકાતની ખૂબ આતૂરતાથી પ્રતીક્ષા કરી, વિદેશ મંત્રાલયની યાત્રા પહેલા એક નિવેદનમાં કહ્યું કે, તેઓના પ્રવાસથી બંને દેશોના રાજકીય મુદ્દાઓ, વેપાર, રોકાણ, ઉર્જા, વાણિજ્ય દૂતાવાસ સહિત બંને દેશોના સંબંધોના જુદાજુદા પાસાઓ પર વાતચીત કરવાની તક મળશે. આ ઉપરાંત પરસ્પર હિતોના લીધે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે.
કુવૈતમાં બે મહિના પહેલા ભીષણ આગ લાગી હતી
આશરે બે મહિના પહેલા કુવૈતની એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 45 ભારતીયોનાં મોત થયા હતા. મોતની ઘટનાના આશરે બે મહિના પછી વિદેશ મંત્રી અહીંના પ્રવાસે આવ્યા છે. કુવૈતના મંગાફમાં જૂનમાં સાત માળની ઈમારતની આગ લાગતા 49 વિદેશી મજૂરોનાં મોત થયા હતા અને 50 ઘાયલ થયા હતા. વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે લખ્યું કુવૈત રાજ્યના ક્રાઉન પ્રિન્સને મળી સન્માનિત અનુભવું છું.
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને શુભકામનાઓ.” ભારત અને કુવૈત સદભાવના અને મિત્રતાનું સદીઓ જૂનું બંધન ધરાવે છે. અમારી સમકાલીન ભાગીદારી સતત આગળ વધી રહી છે. અમારા સંબંધોને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે તેમના માર્ગદર્શન અને સૂઝ માટે તેમનો આભાર.”


