- યૂક્રેન એરફોર્સના કમાન્ડરે રશિયામાં એક પુલ નષ્ટ કરતો વિસ્ફોટનો હવાઈ વીડિયો પબ્લિસ કર્યો
- યુક્રેન પર આક્રમણ શરૂ કર્યા ત્યારથી રશિયાના ક્ષેત્ર પર સૌથી મોટો હુમલો
- કુર્સ્કમાં સીમ નદી પરના બન્ને પુલ પર થયેલ હુમલાથી રશિયા પાસે નદી પાર કરવા માટે મર્યાદિત વિકલ્પો
યુક્રેને રવિવારે જણાવ્યું હતું કે, તેણે કુર્સ્ક ક્ષેત્રમાં બીજા મોટા પુલ પર હુમલો કર્યો હતો, જેનો હેતુ મોસ્કોના સપ્લાય માર્ગોને વિક્ષેપિત કરવાનો છે. રશિયાની ધરતી પર કીવનો અભૂતપૂર્વ હુમલો બીજા અઠવાડિયે પણ ચાલુ છે. આ વચ્ચે રશિયાએ પૂર્વ યુક્રેનમાં દબાણ વધાર્યું છે. તેણે દાવો કર્યો છે કે, તેણે યુક્રેનના કબજા હેઠળના પોક્રોવસ્કના લોજિસ્ટિક્સ સેન્ટરથી થોડા કિલોમીટર દૂર અન્ય એક ગામને કબજે કર્યું છે.
રશિયાના લશ્કરી બ્લોગર્સે પુલના વિનાશની તસવીરો શેર કરી
યૂક્રેન એરફોર્સના કમાન્ડર માયકોલા ઓલેશ્ચુકે ટેલીગ્રામ પર રશિયાના ઝ્વાનોયે શહેર નજીક એક પુલ નષ્ટ કરતો વિસ્ફોટનો હવાઈ વીડિયો પબ્લિસ કર્યો છે. તેણે લખ્યું કે, ‘બીજો પુલ નષ્ટ થયો છે.’ ઓલેશ્ચુકે વધુમાં કહ્યું કે, વાયુ સેનાએ વિમાનન ચોક્કસ હવાઈ હુમલાઓ સાથે દુશ્મનને તેની લશ્કરી ક્ષમતાઓને છીનવી રહ્યું છે,” જો કે, આ સ્પષ્ટ નથી કે યુક્રેન ક્યારે હુમલો કર્યો. ઓલેશ્ચુકે તારીખનો ઉલ્લેખ કર્યો નથી. રશિયાના લશ્કરી બ્લોગર્સે શનિવારે આ જ પુલના વિનાશની તસવીરો શેર કરી હતી.
બીજો પુલ નષ્ટ કરી દીધો
કીવે 6 ઓગસ્ટે સરહદ પાર સૈનિકો અને સશસ્ત્ર વાહનો મોકલ્યા હતા. ફેબ્રુઆરી 2022માં તેણે ક્રેમલિન દ્વારા યુક્રેન પર આક્રમણ શરૂ કર્યા ત્યારથી તે રશિયન ક્ષેત્ર પર તેમનો સૌથી મોટો હુમલો હતો. શુક્રવારે યુક્રેને દાવો કર્યો હતો કે તેણે ગ્લુશકોવોમાં બીજો પુલ નષ્ટ કરી દીધો છે.
બફર ઝોન બનાવવાનો હેતુ
યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રવિવારે સાંજે તેમના સંબોધમાં કુર્સ્ક ક્ષેત્રના અભિયાનો વિશે કહ્યું કે, અમારા લોકો તમામ ક્ષેત્રોમાં અદ્ભુત કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કુર્સ્ક હુમલાનો હેતું હુમલાખોરોના વિસ્તારમાં બફર ઝોન બનાવવાનો હતો. યૂક્રેનના રાષ્ટ્રપતિએ ખાસ કરીને બ્રિટેન, ફ્રાન્સ અને એમેરિકાને સંબોધતા કરતા મુખ્ય ઈક્વિપમેન્ટસની ડિલિવરી ઝડપથી કરવા ફરીથી અપીલ કરી હતી.
રશિયા માટે મોટી સમસ્યા
રશિયાના લશ્કરી બ્લોગર્સના જણાવ્યા અનુસાર કુર્સ્કમાંથી વહેતી સીમ નદી પરના બન્ને પુલ પર થયેલ હુમલાથી રશિયા પાસે નદી પાર કરવા માટે મર્યાદિત વિકલ્પો છે. મોસ્કોએ જણાવ્યું હતું કે, એક પુલ નષ્ટ થવાના કારણે લોકોને સ્થળાંતર કરવાના પ્રયાસોમાં અવરોધ ઊભો થયો છે. રશિયાના અધિકારીઓનું કહેવું છે કે, લડાઈ શરૂ થઈ ત્યારથી 120,000થી વધુ લોકો આ પ્રદેશમાંથી ભાગી ગયા છે.
પોકરોવસ્ક તરફ આગળ વધી રહ્યું છે રશિયા
રશિયાના રક્ષા મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, તેના સૈનિકોએ પોક્રોવસ્કથી લગભગ 15 કિલોમીટર દૂર અન્ય સરહદી ટાઉનશીપ સ્વિરિડોનિવકા પર કબજો કર્યો છે. પોક્રોવસ્ક એક મુખ્ય રસ્તાના ક્રોસરોડ પર સ્થિત પૂર્વીય મોરચે પર યુક્રેનના સૈનિકો અને નગરોના પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. તે લાંબા સમયથી રશિયાની સેના માટે એક લક્ષ્ રહ્યુ છે.
રશિયાની સેના પોક્રોવસ્ક તરફ આગળ વધી રહ્યી છે
રશિયાની સેના મહિનાઓથી પોક્રોવસ્ક તરફ આગળ વધી રહ્યી છે, શહેરની બહારના વિસ્તારો સુધી પહોંચવા માટે નાના ગામડાઓને કબજે કરી રહ્યાં છે. ઝેલેન્સકીએ તેમના સાંજના સંબોધનમાં કહ્યું કે, માત્ર એક જ દિવસમાં ડઝનબંધ હુમલાઓ થયા છે, પરંતુ અમારા સૈનિકો, અમારી બ્રિગેડ તેમની સ્થિતિ જાળવી રાખવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે. પોક્રોવસ્કના લશ્કરી વહીવટના વડા સેર્જી ડોબ્રિકે આ અઠવાડિયાની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે રશિયા શહેરની બહારના વિસ્તારથી 10 કિલોમીટરથી થોડું વધારે દૂર છે. તેમણે બાકીના લોકોને જગ્યા ખાલી કરવા અપીલ કરી હતી.


