- આફ્રિકી દેશ સુદાનમાં કોલેરાનો પ્રકોપ
- એક તરફ સુદાનમાં પૂર, સંઘર્ષ અને બીજી તરફ કોલેરા
- વર્ષ-2017માં કોલેરાથી 700 લોકોનાં મોત થયા હતા
આફ્રિકન દેશ સુદાનમાં કોલેરાની બીમારી ફેલાઈ જતા તાજેતરના અઠવાડિયામાં ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયા છે. જ્યારે સેંકડો લોકો કોલેરાની ઝપટમાં છે. સુદાનમાં છેલ્લા 16 મહિનાથી સંઘર્ષની સાથે વિનાશકારી પૂરથી પણ અસરગ્રસ્ત છે. સૈન્ય અને સ્થાનિકો વચ્ચેનું ઘર્ષણ અને બીજી બાજું કોલેરાથી થતા મોતને લઈ તંત્રની પણ દોડધામ વધી ગઈ છે. સુદાનના આરોગ્ય તંત્રના એક અધિકારીએ જણાવ્યું કે તાજેતરમાં આવેલા પૂરથી 22 લોકોનાં મોત થયા છે જ્યારે 354 કોલેરાના કેસ સામે આવ્યા છે.
કોલેરાથી 2,400થી વધુ લોકો બીમાર
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે આ બીમારીએ પહેલી જાન્યુઆરીથી 28 જુલાઈ સુધી સુદાનમાં કોલેરાથી 78 લોકોનાં મોત થયા હતા. આ દરમિયાન 2,400થી વધુ લોકો બીમાર થઈ ગયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર કોલેરા મરડાનું કારણ બને છે અને આની સમય પર સારવાર ન થવાથી મોત થઈ શકે છે.
700 લોકો મૃત્યુ પામ્યા
સુદાનમાં અગાઉ વિનાશક પૂર પછી, કોલેરાએ આ દિવસોમાં વિનાશ વેર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરના અઠવાડિયામાં કોલેરાના કારણે લગભગ 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે સેંકડો લોકો હજુ પણ આ રોગ સામે ઝઝૂમી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુદાનમાં વર્ષ-2017માં પણ કોલેરાની બીમારી ફેલાઈ હતી. આ વર્ષે બે મહિનામાં લગભગ 22 હજાર લોકો બીમાર પડ્યા છે. જયારે ઓછામાં ઓછા 700 લોકો મૃત્યુ પામ્યા હતા.
પૂરને લીધે વિનાશ સર્જાયો
મહત્ત્વનું છે કે દૂષિત ભોજન અથવા પાણીને લીધે કોલેરા ફેલાતો હોય છે. તાજેતરમાં સુદાન અને તેની આસપાસ ભારે વરસાદ વિનાશકારી પૂર આવ્યું હતું જેથી પૂરે વિનાશ વેર્યો હતો. મળતી માહિતી અનુસાર, સુદાનના 18 રાજ્યોમાંથી 12માં ડઝન લોકો માર્યા ગયા છે. યુનોના જણાવ્યા પ્રમાણે પૂરને લીધે આશરે એક લાખ 18 હજાર લોકો બેઘર બન્યાં છે.


