- નેપાળમાં સતત બે દિવસભી સાંબેલાધાર વરસાદથી નદીઓ ગાંડીતૂર બની
- સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા નેપાળમાં પૂરની સ્થિતિ સર્જાઈ
- ખેતરોમાં રહેલો ઊભો પાક પાણીમાં ધોવાયો
પાડોશી દેશ એવા નેપાળમાં સતત ભારે વરસાદથી નદી-નાળા છલકાઈ ગયા છે. નેપાળની નદીઓ ગાંડીતૂર થઈને વહેલા લાગી છે. જેથી લોકોની હાલાકીનો પાર નથી. સોમવારે નરકટિયાગંજના કેસરિયા અને માલ્દા ગામમાં આવેલી ખાહડ નદીમાં ઘોડાપૂર આવતા તેનું પાણી પુલ પરથી વહેલા લાગ્યું છે. આના લીધે ડઝન ગામડાઓનો સંપર્ક તૂટી ચુક્યો છે. આ દરમિયાન એક યુવક બાઈ સાથે તેજ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ગ્રામજનોએ યુવકને ભારે જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢયો હતો.
નદીઓ ગાંડીતૂર બની જતા હાલાકી

ખેતરોમાં ઊભો પાક ધોવાઈ ગયો
સતત વરસાદને લીધે પર્વતીય નદીઓના જળસ્તર વધી જતા ઢોળાવ તરફ વરસાદી પાણીનો કહેર વર્તાયો હતો. મણિયારી, જમુઆ, દોરહમ, બલોર, હડબોડા, પંડઈ, ગાંગુલી, અમહવા જેવી નદીઓ ગાંડીતૂર થઈ ગઈ છે. જેથી વહીવટી તંત્રએ નદીવાળા વિસ્તારમાં જનતાને જવાની ના પાડી દીધી હતી. નદીઓના પાણી લોકોનાં ઘરમાં પહોંતી જતા ડરનો માહલો છવાયો હતો. ખેતરો જળમગ્ન થઈ જતા સમગ્ર પાક પાણીમાં ધોવાઈ ગયો હતો. વરસાદને જોતા સ્થાનિક વહીવટી તંત્રએ પૂરગ્રસ્ત વિસ્તારમાં મોનિટરિંગ શરૂ કર્યું હતું. અધિકારીઓને બને તેટલી મદદ કરવા સૂચના આપી હતી.
બીજી તરફ શિયોહરમાં બાગમતી નદીના જળસ્તરમાં વધઘટ ચાલુ છે. બુધવારે પાણીના સ્તરમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, જિલ્લામાં પૂરનું સંકટ યથાવત છે. દુબ્બાઘાટ સ્થિત રેઈન ગેજ ખાતે નદીના જળસ્તરમાં 28 સેમીનો ઘટાડો થયો છે. નદી 61.28 મીટરના ખતરાના નિશાનથી 18 સેમી નીચે વહી રહી છે. દુબ્બાઘાટ, મોહરી અને મોટનાજેમાં ધોવાણ તીવ્ર બન્યું છે. પાક સહિત અનેક એકર જમીન નદીમાં ડૂબી ગઈ છે.
વહીવટી તંત્ર સજ્જ
કિશનગંજમાં વરસાદ ન હોવાથી અહીં જળસ્તર થોડું સામાન્ય છે, પૂર જેવી સ્થિતિ નથી.ગંગા અને બૂઢી ગંડકના જળસ્તરમાં ઘટાડો છે. જો કે હજી બંને નદીઓ ખતરાના નિશાનથી ઉપર જ છે. જૂના બંગલિયા ગામમાં બાગમતી નદીમાં પાણી વધ્યું છે જેથી પૂર નિવારણ કામગીરી ચાલી રહી છે.