- મિસાઈલથી ઓઈલ ટેન્કરને ટાર્ગેટ બનાવાતા ટેન્કરમાં આગ લાગી
- ટેન્કરમાં ભીષણ આગ લાગતા ક્રૂ સભ્યો ટેન્કર છોડી દીધું
- આગમાં કોઈ જાનહાનિ નહીં
રાતા સમુદ્રમાં ગ્રીસના ઓઈલ ટેન્કર પર હુમલો થયો છે. આ હુમલાથી ટેન્કરમાં ભીષણ આગ લાગ્યાનું સામે આવ્યું છે. જો કે, આ ભીષણ આગ અને હુમલામાં કોઈ જાનહાનિ થયાનું સામે આવ્યું નથી. આગ લાગ્યા બાદ ઓઈલ ટેન્કરના સભ્યો ટેન્કર છોડી દીધું હતું. આ હુમલાની શંકા યમનના હૂતી બળવાખોરો પર છે. તાજેતરમાં રાતા સમુદ્રમાં આ સૌથી મોટું નુકસાન કરનારો હુમલો છે.
ટેન્કર નજીકથી હુમલાખોરોએ ગોળીબાર કર્યો
આ હુમલામાં એક બોટ પર સવાર થઈને આવેલા હુમલાખોરોએ ઓઈલ ટેન્કર પર નજીકથી ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગથી ટેન્કરમાં આગ લાગી હતી. ત્યારબાદ થોડીવાર પછી ટેન્કરછી ચાર ડ્રોન અથવા મિસાઈલ અથડાઈ આનાથી ટેન્કરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગને જોતા ક્રૂ સભ્યો જીવ બચાવવા ઓઈલ ટેન્કર છોડવાનો નોબત આવી હતી.
અહીં થયો હુમલો
આ હુમલો યમના બંદર શહેર હોદેદાથી 140 કિલોમીટર દૂર સમુદ્રમાં થયો છે. ગ્રીસના સરકારી વિભાગના જણાવ્યા પ્રમાણે ઓઈલ ટેન્કરનું નામ સૌનિયન જણાવ્યું છે. આ ટેન્કરમાં કુલ 25 ક્રૂ સભ્યો હતો અને આ ઈરાકથી સાયપ્રસ જઈ રહ્યા હતા. જે સમુદ્ર માર્ગે આ હુમલો થયો તે વિશ્વના મુખ્ય માર્ગોમાં સામેલ છે.


