- પીએમ મોદી ટ્રેન મારફતે યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યા
- પીએમ મોદીની કીવ મુલાકાત મહત્વની છે: યુક્રેન
- ભારતીય વિદ્યાર્થીઓએ PM મોદીનું કર્યુ સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય યુક્રેની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી પોલેન્ડથી ટ્રેન મારફતે યુક્રિનની રાજધાની કીવ પહોંચ્યા છે. પીએમ મોદી કીવ પહોંચ્યા ત્યારે યુક્રેને પીએ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું અને કહ્યું કે, વડાપ્રધાન મોદી અહીં મહત્વપૂર્ણ છે. યુક્રેનને પીએમ મોદી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. કીવમાં લગભગ સાત કલાકના રોકાણ દરમિયાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળશે. પ્રતિનિધિમંડળ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરશે.
ભારતીયોએ વડાપ્રધાનનું કર્યું સ્વાગત
પીએમ મોદી યુક્રેનની રાજધાની કીવમાં હોટેલ હયાત પહોંચ્યા છે. પીએમ મોદી હોટલ હયાત પહોંચતા હાજર ભારતીયોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ હોટલ હયાતમાં હાજર ભારતીયો સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના કિવમાં પહોંચતા ભારતીયોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે, અમે પીએમ મોદીની આ મુલાકાતથી ઉત્સાહિત છીએ. ઓપરેશન ગંગાના સમયથી ભારત સરકાર યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરી રહી છે.
પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરશે મુલાકાત
આ સાથે તેઓ યુક્રેનના એવા લોકોને પણ મળશે જેમને ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિમાં રસ છે. આ પછી રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પીએમ મોદીની બહુપ્રતિક્ષિત મુલાકાત કરશે. આ પ્રવાસમાં પીએમ મોદીની સાથે વિદેશ મંત્રી જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ છે.
યુક્રેન પ્રવાસનું કારણ શું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રશિયાની મુલાકાતે ગયા ત્યારે તેમની ટીકા થઈ હતી. યુક્રેન સહિત પશ્ચિમી દેશોએ કહ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતાની રશિયાની મુલાકાત બિલકુલ યોગ્ય નથી. રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા આ વાત કહી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે, રશિયા ભારતનું પરંપરાગત મિત્ર રહ્યું છે. આવી સ્થિતિમાં હવે પીએમ મોદી યુક્રેન પહોંચીને કીવ તેમજ પશ્ચિમી દેશોને અપીલ કરવા માગે છે. યુક્રેન યુદ્ધ માટે ભારતે હજુ સુધી રશિયાની નિંદા કરી નથી.


