- ઈન્ડોનેશિયાના પૂર્વી ટર્નેટ ટાપુ પર મુશળધાર વરસાદ
- મુશળધાર વરસાદને પગલે આવેલા પૂરમાં 11થી વધુ લોકોના મોત
- મલુકુ પ્રાંતના રુઆ ગામમાંથી 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
ઈન્ડોનેશિયાના પૂર્વી ટર્નેટ ટાપુ પર મુશળધાર વરસાદને પગલે આવેલા પૂરમાં રવિવારે 11થી વધુ લોકોના મોત થયા હતા. સ્થાનિક રહેવાસીઓ સાથે નજીકથી કામ કરતી શોધ અને બચાવ ટીમોએ ઉત્તર મલુકુ પ્રાંતના રુઆ ગામમાંથી 10 મૃતદેહો બહાર કાઢ્યા છે.
પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સેના તૈનાત
ટાપુની શોધ અને બચાવ એજન્સી સાથેના અધિકારી બ્રામ માદ્યા તેમારાના જણાવ્યા અનુસાર, ટીમ અન્ય મૃતદેહને પુનઃપ્રાપ્ત કરવા માટે ઝઝૂમી રહી હતી. અચાનક પૂરના કારણે રહેણાંક વિસ્તારો વહી ગયા અને ડઝનેક ઈમારતો અને મકાનો કાટમાળ નીચે આવી ગયા. હાલમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ સ્થળોએ પૂરમાં ફસાયેલા છે, તે તમામને બચાવવામાં આવી રહ્યા છે. ઈન્ડોનેશિયામાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સેના પણ તૈનાત કરવામાં આવી છે.
સ્થાનિક રહેવાસીઓને સાવચેત રહેવા ચેતવણી આપી
દેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી, નેશનલ એજન્સી ફોર ડિઝાસ્ટર કાઉન્ટરમેઝરે જણાવ્યું હતું કે શનિવારથી ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે ટર્નેટ શહેરમાં 10 ઘરોને પણ ખરાબ રીતે નુકસાન થયું છે. આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહીને લઈને સ્થાનિક રહેવાસીઓને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે.
ભૂસ્ખલન અને કાટમાળમાં ફસાયેલા પીડિતોને બહાર કાઢવાના પ્રયાસ ચાલુ
BNPBએ કહ્યું કે તેણે પીડિતોને બહાર કાઢવામાં મદદ કરવા માટે એક ટીમ તૈનાત કરી છે. સર્ચ અને રેસ્ક્યુ એજન્સી બસર્નાસે પણ જણાવ્યું હતું કે પૂરના પાણીમાં ભૂસ્ખલન અને કાટમાળમાં ફસાયેલા પીડિતોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.


