- જસ્ટિન ટ્રૂડોના નિર્ણયે ભારતીયોની વધારી ચિંતા
- કેનેડામાં હવે નોકરી કરવી મુશ્કેલ !
- જસ્ટિન ટ્રૂડોએ કર્યુ ટ્વિટ
કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો જાય છે. ત્યાં ભણવા અને સ્થાયી થવા માટે ભારતીયોની પહેલી પસંદ કેનેડા છે. પરંતુ કેનેડાની સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનાથી ભારતીયોને અસર થઇ શકે છે. મહત્વનું છે કે કનાડાના પીએમ ટ્રડો સરકારના કાર્યકાળનું છેલ્લુ વર્ષ ચાલી રહ્યુ છે. કાર્યકાળ પૂર્ણ થવાને આરે આવતા ટ્રૂડો સરકાર સખત નિર્ણયો લઇ રહ્યા છે. આ નિર્ણયોની અસર સીધી જ દેશની વિદેશ નીતિ પર પડે છે.
ભારતીયોને નોકરી મળશે ?
જસ્ટિન ટ્રૂડોએ ચીનની ઇલેક્ટ્રીક કાર કંપનીઓને ઝટકો આપ્યો છે. તેમણે દેશમાં ચીની ઇલેક્ટ્રિક વ્હિકલ પર 100ટકા ટેક્સ લગાવાની જાહેરાત કરી છે. જ્યારે ચીની સ્ટીલ, એલ્યુમિનિયમના ઉત્પાદનો પર પણ 25 ટકા ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ જસ્ટિન ટ્રૂ઼ડોએ એક ટ્વિટ પણ કર્યુ છે જે કેનેડામાં રહેતા ભારતીયોને અસર કરી શકે છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે ઓછુ વેતન ધરાવતી નોકરીમાં વિદેશીઓની સંખ્યા ઓછી કરવા જઇ રહ્યા છીએ. કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે એટલે કેનેડાના આ નિર્ણયથી ભારતીયોમાં બેરોજગારીની આશંકા સેવાઇ રહી છે.
ચીની કાર પર ટેક્સ!!
કેનેડાની સરકારે ઉત્તર અમેરિકામાં ચાઈનીઝ કારની વધુ પડતી આયાત રોકવા માટે કાર પર ટેક્સ વધારવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન પહેલાથી જ આવુ પગલુ ભરી ચૂક્યા છે. અમેરિકાએ ચાઈનીઝ કાર પર 100 ટકા ટેક્સ લગાવ્યો છે જ્યારે યુરોપિયન યુનિયને 38 ટકા ટેક્સ લગાવ્યો છે. આમ કરીને કેનેડા સ્થાનિક ઈલેક્ટ્રીક માર્કેટને મજબૂત કરવા માંગે છે. કેનેડાએ ચાઈનીઝ કાર પર ટેક્સ વધારવાની દલીલ કરતા કહ્યું હતું કે ચીની કંપનીઓ પર્યાવરણ અને શ્રમના ધોરણોનું ધ્યાન રાખતી નથી. કેનેડાની આ નવી નીતિ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.
વિદેશી કામદારોને નોકરી નહીં મળે ?
ટ્રુડોએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે શ્રમ બજાર બદલાઈ ગયું છે. અમે કેનેડામાં ઓછા વેતનના કામચલાઉ વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા જઈ રહ્યા છીએ. હવે સમય આવી ગયો છે કે અમારી કંપનીઓ કેનેડિયન કામદારો અને યુવાનોમાં રોકાણ કરે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેનેડા ઝડપથી વધી રહેલી વસ્તી સાથે સંઘર્ષ કરી રહ્યું છે.


