- દુનિયાનો છેડો ક્યાં આવેલો છે ?
- એક એવો રસ્તો જે બાદ દુનિયાનું નથી અસ્તિત્વ
- અહીં જવા માટે તમારે લેવી પડે છે પરમિશન
દુનિયા ગોળ છે. ક્યાંકને ક્યાંક તો આપણે એક બીજાને મળવાના જ. પરંતુ તમને કદી એવો સવાલ થયો છે કે દુનિયાનો છેડો ક્યાં આવેલો છે. આપણે સામાન્ય રીતે એમ કહેતા હોઇએ કે દુનિયાનો છેડે એટલે ઘર. પણ ના અહીં એવુ નથી. આપણે આજે એવી જગ્યા વિશે વાત કરીએ કે જેના દુનિયાનું અસ્તિત્વ જ ન હોવાનું માનવામાં આવે છે. એવી કોઇ જગ્યા એટલે યુરોપિયન દેશમાં આવેલો એક રસ્તો.
આ છે દુનિયોનો છેડો
આ રસ્તાનું નામ E-69 હાઈવે છે. જેને દુનિયાનો છેલ્લો રસ્તો માનવામાં આવે છે. E-69 હાઈવે યુરોપિયન દેશ નોર્વેમાં આવેલો છે. કહેવાય છે કે આ હાઈવે પૂરો થયા પછી માત્ર ગ્લેશિયર અને સમુદ્ર જ દેખાય છે અને બીજું કંઈ દેખાતું નથી. E-69 હાઈવે 14 કિલોમીટર લાંબો છે. આ હાઈવે પર એવી ઘણી જગ્યાઓ છે જ્યાં એકલા વાહન ચલાવવા અને ચાલવા પર પ્રતિબંધ છે.
પૃથ્વી અને નોર્વેના છેડાને જોડે છે
ઉત્તર ધ્રુવ એ પૃથ્વીનું સૌથી દૂરનું બિંદુ છે, જ્યાંથી પૃથ્વીની ધરી ફરે છે. નોર્વે પણ અહીં છે. E-69 હાઇવે પૃથ્વીના છેડાને નોર્વે સાથે જોડે છે. આ રસ્તો એવી જગ્યાએ સમાપ્ત થાય છે જ્યાંથી તમને જવાનો કોઈ રસ્તો દેખાતો નથી. બધે માત્ર બરફ અને સમુદ્ર જ દેખાશે. આ રોડની લંબાઈ લગભગ 14 કિલોમીટર હોવાનું કહેવાય છે.
અહી જવા લેવી પડશે પરમિશન
જો તમે E-69 હાઈવે પર જઈને દુનિયાના અંતને નજીકથી જોવા ઈચ્છો છો, તો આ માટે તમારે ઘણા લોકોનું એક ગ્રુપ બનાવવું પડશે અને ત્યાં જવાની પરવાનગી લેવી પડશે. આ રસ્તા પર કોઈ પણ વ્યક્તિને એકલા જવાની મંજૂરી નથી અને ન તો તેને વાહન ચલાવવાની છૂટ છે. તેનું કારણ એ છે કે અહીં કેટલાય કિલોમીટર સુધી બરફની જાડી ચાદર પથરાયેલી છે, જેના કારણે અહીં ખોવાઈ જવાનો ભય છે.


