ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. તેઓએ આફ્રિકા મહાદ્વીપ માટે 51 બિલિયન ડોલરના ફંડિંગનો વાયદો કર્યો છે. દેવામાં ડૂબેલા પરંતુ સંશાધનથી સમૃદ્ધ આફ્રિકા મહાદ્વીપમાં ચીન ત્રણ ગણું વધુ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ અને આનાથી 10 લાખ રોજગાર પેદા કરવાનો વાયદો કર્યો છે. બેઈજિંગમાં ચીન-આફ્રિકા સહયોગ શિખર સંમેલન દરમિયાન જિનપિંગે આ જાહેરાત કરી છે.
ચીનના રાષ્ટ્રપતિએ નાણાંની મદદના નામે આશરે 360 બિલિયન યુઆન એટલે કે, 51 બિલિયન ડોલર આપવાનો વાયદો કર્યો પરંતુ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે આમાંથી 210 બિલિયન યુઆન ક્રેડિટ લાઈનથી અપાશે, અને ઓછામાં ઓછા 70 બિલિયન યુઆન રોકાણ ચીનની કંપનીઓ કરશે. જ્યારે સૈન્ય મદદ અને બીજા પ્રોજેક્ટસ માટે નાની રકમ આપવામાં આવશે.
ચીનના દેવાના જાળમાં પાકિસ્તાન, શ્રીલંકા ડૂબ્યા
મળતી માહિતી અનુસાર, ઘણા દેશોએ પોતાના વિદેશી દેવાનો 50 ટકા હિસ્સો ચીનથી લીધો છે અને એમાં મોટાભાગના દેશ પોતાના સરકારી નાણાંનો એક તૃતીયાંશથી વધુ હિસ્સો આ દેવાને ચુકવવામાં લાગ્યા રહે છે. આમાં બે દેશ ઝામ્બિયા અને શ્રીલંકા પહેલાથી જ ડિફોલ્ટ થઈ ચુક્યા છે અને બંદરો અને ખાણો તેમજ વીજળી ભઠ્ઠીઓના નિર્માણ માટે લીધેલા દેવા પર વ્યાજની ચુકવણી કરવામાં સક્ષમ નથી.


