હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલી સૈન્યએ ફરી એકવાર ગાઝામાં ભીષણ વિનાશ વેર્યો છે. ઈઝરાયલના આ નવા હુમલામાં 19 લોકો મોતને ભેટયા છે. શનિવારે ગાઝા શહેર અને ખાન યુનિસમાં આઈડીએફે જોરદાર હુમલો કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં પેલેસ્ટાઈનીઓ ઈજાગ્રસ્ત થયા છે. શુક્રવારે એક શાળા પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં છ યુએનના કર્મચારીઓ પણ સામેલ છે.
યુદ્ધની વચ્ચે, ગાઝામાં એક પરિવારને બચાવી લેવામાં આવ્યો જે કાટમાળ નીચે જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો. ગાઝામાં જીવન બચાવવાનો સંઘર્ષ, જમીનને તોડીને, બતાવે છે કે આ યુદ્ધ માનવતાને કેટલું ભારે પડી રહ્યું છે. તે લોકો જેમને આ યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ પણ યુદ્ધના કાટમાળ નીચે એટલી હદે દટાઈ ગયા છે કે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે, જીવવા દો.
ગત વર્ષની સાત ઑક્ટોબરથી જ ગાઝામાં આશરે દરરોજ ઈઝરાયલી સૈન્ય ઓપરેશન પાર પાડી રહ્યા છે. શુક્રવારે એકવાર પરી ગાઝામાં ઈઝરાયલી સૈન્યએ એક શાળાને ટાર્ગેટ કરી જોરદાર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં યુએનના છ કર્મચારીઓ સહિત 18 લોકોનાં મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગાઝાની જે સ્કૂલમાં આ હુમલો થયો ત્યાં મોટાભાગના બેઘર લોકોએ શરણ લીધી હતી.
હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલતા યુદ્ધના 11 મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજી ગાઝામાં ઈઝરાયલી સૈન્યએ હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધી 41 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓનાં મોત થયા છે, જ્યારે 80 હજાર કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગાઝામાં યુદ્ધવિરામ માટે ઘણીવાર વાતચીત પરિણામ ન લાવી શકી. હવે આ યુદ્ધ કયારે રોકાશે એનું નક્કી નથી.
આ કારણથી ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં બંધકોની મુક્તિની માંગ તેજ થઈ છે. એકવાર ફરી હજારોની સંખ્યામાં લોકો ઈઝરાયલના માર્ગો પર ઉતરી પડયા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શનથી ઈઝરાયલી પીએમ પાસે બંધકોની મુક્તિ માટે હમાસ સાથે કરાર કરવાની માંગ ઉઠાવી છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ શહેરના એક પુલ પર ભારે ચક્કાજામ કર્યું હતું. આ કારણથી વાહનોની લાંબી લાઈન લાગી હતી અને પરિવહન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું.
વિરોધ કરનારા પ્રદર્શનકારીઓમાં એવા લોકો સામે ગતા, જેના પોતાના હમાસના કબજામાં બંધક છે. આ દરમિયાન નારાજ પ્રદર્શનકારીઓએ ગુલાબી ધૂમાડા ફોડીને બંધકોના ફોટા અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો છે. એવું પણ કહેવાય છે કે બંધકોની મુક્તિ નહીં થાય ત્યાં સુધી તેઓનું વિરોધ પ્રદર્શ ચાલુ રહેશે. ગત વર્ષે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં બળજબરીથી ઘુસીને 250 ઈઝરાયલી અને વિદેશી નાગરિકોને બંધક બનાવ્યા હતા.


