ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે ચાલતો સંઘર્ષ તેના ખરાબ ગાળામાં પ્રવેશ કરી ચુક્યું છે. બંને વચ્ચેની લડાઈ શરૂ થયા પછી કોબેસી હિઝબુલ્લાના જૂથનો પ્રથમ સભ્યો છે, જેને મૃત જાહેર કર્યો છે. ઈઝરાયલ સૈન્ય અધિકારીઓના દાવા અનુસાર, કોબેસી ઈઝરાયલ તરફી હુમલા માટે જવાબદાર હતો અને તેને વર્ષ-200માં એક હુમલાની યોજના બનાવી હતી. જેમાં ત્રણ ઈઝરાયલી સૈનિકોનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અને તેને ઠાર મારી દીધા હતા.
છેલ્લા ઘણા દિવસોથી ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને તરફથી મિસાઈલો અને રોકેટસ મારો તેજ થઈ રહ્યો છે. આવામાં હવે હિઝબુલ્લાના ટોપ કમાન્ડર ઈબ્રાહિમ કોબેસીનું મોત થયાનું સામે આવ્યું છે. હિઝબુલ્લાના કમાન્ડરના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. રિપોર્ટ પ્રમાણે તે લેબેનોનની રાજધાની બેરુતના દક્ષિણ ઉપનગરમાં ઈઝરાયલી હવાઈ હુમલામાં મોતને ભેટયો છે. આ હુમલો છ માળની ઈમારત પર થયો હતો. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બેરુતમાં ઈઝરાયલનો ત્રીજો હુમલો હતો.
હિઝબુલ્લાનો યુનિટ હેડ કોબેસી પાસે મહત્ત્વની જવાબદારી હતી
આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના મિસાઈલ અને રોકેટ ફોર્સના કમાન્ડર ઈબ્રાહિમ મુહમ્મદ કોબેસીને હિઝબુલ્લાએ ઘણા યુનિટની કમાન સોંપેલી હતી. આમાં પ્રેસિઝન ગાઈડેડ મિસાઈલ યુનિટ પણ સામેલ હતી. તે ઈઝરાયલ નાગરિકો તરફ મિસાઈલ લોંચ કરવામાં જવાબદાર હતો. હિઝબુલ્લાના સીનિયર લીડર્સની સાથે તેના નજીકના સંબંધો હતો. તે આ સંગઠનનો સેક્રેટરી નસરુલ્લાની સાથે પણ કામ કરી ચુક્યો હતો. આ સંગઠનના પ્રમુખ વ્યૂહનીતિકાર તરીકે ઓળખાતો હતો. તેનું મોત હિઝબુલ્લા માટે એક મોટો આંચકો મનાઈ રહ્યું છે.
ઈઝરાયલનું નવું ઓપરેશન નોર્ધન એરોઝ
ઈઝરાયલે હિઝબુલ્લા વિરુદ્ધ આ ઓપરેશનને નોર્ધન એરોઝ નામ આપ્યું છે. ઈઝરાયલની ઈન્ટેલિજન્સે હિઝબુલ્લા વિરુદ્ધ એક ટોપ સિક્રેટ પ્લાન બનાવ્યો હતો. આ ઓપરેશનને ગલીલી નામ આપ્યું હતું. લેબેનોનમાં રેડિયો સિસ્ટમ હૅક થવા અને ઈઝરાયલી મેસેજ સંભળાયાના થોડાક સમયમાં હિઝબુલ્લાના ઠેકાણાઓને ટાર્ગેટ કરી જોરદાર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. ઈઝરાયલે લેબેનોના પર બે હજારથી પણ વધુ બોમ્બ ફેંક્યા હતા. આમાં હિઝબુલ્લાની મિસાઈલ યુનિટ ઉપર પણ આઈડીએફે હુમલા કર્યા. આનાથી પહેલીવાર સોમવારે થયેલા હુમલામાં આશરે 585 લોકોનાં મોત થયા હતા. જ્યારે 1600 લોકો ઈજાગ્રસ્ત થયા છે.


