By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેવલોક અને મનુષ્યલોકનો અનેરો ઉત્સવ દેવદિવાળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

દેવલોક અને મનુષ્યલોકનો અનેરો ઉત્સવ દેવદિવાળી

agragujaratnews
Last updated: 2024/11/07 at 5:27 AM
1 year ago
Share
દેવલોક અને મનુષ્યલોકનો અનેરો ઉત્સવ દેવદિવાળી
SHARE

દેવદિવાળીના મંગળ પર્વે ધરતીલોક અને વૈકુંઠલોકનો અનેરો સંગમ થાય છે. દેવો અને મનુષ્યો બંને ઝગમગતા દીવડાઓની સાથે પ્રમોદ અને પ્રકાશનો આ મહોત્સવ ભારે હર્ષોલ્લાસ અને આનંદપૂર્વક ઊજવે છે.

ધરતીલોક ઉપર મનુષ્યો દ્વારા ઊજવાતા દીપોત્સવી તહેવારોની પૂર્ણાહુતિ લાભપાંચમના શુભ દિને થાય છે. લાભપાંચમથી દેવોની દેવદિવાળીના દસ દિવસીય પર્વનો શુભારંભ થાય છે અને કારતક સુદ પૂર્ણિમાએ એની પૂર્ણાહુતિ થાય છે. માનવોના દીપાવલી પર્વ સાથે અન્યાય, અસત્ય, અત્યાચાર અને આતંકવાદ ઉપર વિજયની અનેક કથાઓ રચાયેલી છે, જેવી કે દૈવીશક્તિનો રાક્ષસો ઉપર વિજય, ભગવાન રામનો રાવણ ઉપર વિજય, શ્રીકૃષ્ણનો નરકાસુર ઉપર વિજય, કાર્તિક સ્વામીનો તારકાસુર ઉપર વિજય વગેરે.

શિવપુરાણની કથા અનુસાર ભગવાન શિવજીએ કાર્તિકી પૂર્ણિમાના શુભ દિને રાક્ષસોનાં ત્રણ નગરોનો સંહાર કરી વિજય મેળવેલો, તેથી ભગવાન શિવજી ત્રિપુરારિ કહેવાયા. તે પ્રસંગે દેવોએ દીવા પ્રગટાવીને વિજયનો આનંદોત્સવ ઊજવ્યો, તેથી આ દિવસને દેવદિવાળી કે ત્રિપુરોત્સવ પણ કહે છે. જે ત્રિપુરીપૂર્ણિમા અને શિવપૂર્ણિમા તરીકે પણ ઊજવાય છે. આમ, મનુષ્યોમાં અસુરોરૂપી દોષો ટળે તે દિવાળી અને ભક્તિ રૂપે પ્રભુ મળે તે દેવદિવાળી.

દેવલોકમાં દેવદિવાળી ઊજવવાનો સંબંધ દેવઊઠી એકાદશી અને ભગવાન વિષ્ણુ અને તુલસીના વિવાહ સાથે પણ છે. પૌરાણિક કથા અનુસાર અષાઢ સુદ એકાદશી (દેવપોઢી) એ ભગવાન વિષ્ણુ શંખાસુરને હણીને ક્ષીર સાગરમાં પોઢી જાય છે. ચાર માસ પછી શ્રીહરિ પાછા કાર્તિક સુદ એકાદશી(દેવઊઠી)એ નિદ્રાનો ત્યાગ કરીને જાગે છે. તે પછી તેમના વિવાહ વૃંદામાંથી તુલસી બનેલ દેવી સાથે થાય છે.

કાર્તિક સુદ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ નવવધૂ તુલસી સાથે પૃથ્વીલોક ઉપરથી સ્વધામ વૈકુંઠલોકમાં પધારે છે. શંખાસુ2નો વધ કરીને આવેલા શ્રીહરિની પધરામણીના શુભ અવસરે દેવલોકના દેવો ભેગા મળીને નવદંપતી વિષ્ણુ અને તુલસીનું દીપમાળાઓ પ્રગટાવીને ભવ્ય સ્વાગત કરે છે. આ રીતે કાર્તિક સુદ પૂર્ણિમાનો દિવસ દેવદિવાળીના રૂપે પ્રવર્તિત થયો.

ધરતીલોકનાં નરનારીઓ પણ દીવાઓ પ્રગટાવીને, ફટાકડા ફોડીને અને મોં મીઠું કરાવીને દેવોની દિવાળી ઊજવવામાં સહભાગી બને છે. દેવલોક અને મનુષ્યલોકનો અનેરો સંગમ થાય છે. દેવો અને મનુષ્યોનો આનંદ એકરૂપ બની જાય છે. નર નારાયણ બની જાય છે અને નારી નારાયણી બની જાય છે. કાર્તિકી પૂર્ણિમાએ તુલસી વિવાહની સમાપ્તિ પછી સમાજમાં લગ્નસરાનો પ્રારંભ થાય છે. આ લગ્નો મહાલવામાં લોકો ભૂલી જાય છે કે આપણે હથેવાળો હરિ સંગાથે કરીને તુલસીની જેમ જન્મ સફળ કરી લેવાનો છે.

બારમી સદીમાં દક્ષિણ ભારતમાં થઇ ગયેલા દ્વૈતાદ્વૈત મતના અને સનક સંપ્રદાયના પ્રવર્તક એવા શ્રીમદ્ નિમ્બાર્કાચાર્યની આ દિવસે જન્મજયંતી છે. એમણે બારમી સદીમાં શ્રીકૃષ્ણની સાથે શ્રી રાધાજીની મૂર્તિ પધરાવીને રાધારૂપ થઇ કૃષ્ણભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો હતો. લોકોને તે વખતે આ નવી પ્રથા લાગેલી, પરંતુ અત્યારે જો વૈષ્ણવ મંદિરમાં એકલા કૃષ્ણની મૂર્તિ હોય તો લોકો કહે છે કેઃ અરે! રાધે બિન કૃષ્ણ આધે! આમ ભક્તરૂપ થઇને ભગવાનને ભજવાની ઉપાસનાશૈલી તાજી કરવા આ ઉત્સવ અનેરું મહત્ત્વ ધરાવે છે.

શીખ ધર્મના પ્રવર્તક અને સાધુગુણયુક્ત મહાપુરુષ ગુરુનાનક દેવનો જન્મ પણ આ દિવસે થયો હતો. તો વળી સૌરાષ્ટ્રમાં વવાણિયા ગામે આજથી દોઢસો વર્ષ પૂર્વે આ દિવસે શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ પણ થયો હતો. સંવત 1976માં આ દિવસે ઉત્તર પ્રદેશમાં ઇટાર ગામે શ્રીજી મહારાજના પિતા ધર્મદેવનો જન્મ થયો હતો. તો વળી ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં સંવત 1978ની સાલમાં શ્રીજી મહારાજનાં માતા ભક્તિ માતાનો જન્મ થયો હતો. આ પર્વના પ્રારંભમાં ધર્મદેવનો જન્મ આવે છે. તો સમાપ્તિમાં ભક્તિમાતાનો જન્મ આવે છે. જો પ્રથમ ધર્મ રાખીએ તો જ ભક્તિ પ્રગટે. જ્યાં આવી ધર્મસહિત ભક્તિ હોય ત્યાં જ પરમાત્મા ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થાય. આમ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ દેવદિવાળીનું આગવું મહત્ત્વ છે.

દેવદિવાળીને રાસપૂર્ણિમા પણ કહે છે. શરદપૂર્ણિમાના દિવસે શરૂ થયેલા રાસનાં દર્શન દેવો કરી શક્યા નહોતા, તેથી સ્વર્ગપુરીમાં દેવદિવાળીના દિવસે દેવોએ રાસોત્સવ ભવ્ય રીતે મનાવેલો. વળી, આ દિવસે કાર્તિક સ્નાનની સમાપ્તિ થાય છે. કાર્તિક વદ એકમથી પૂર્ણિમા સુધી (વ્રજમાં વિક્રમ સંવતના મહિનાની સમાપ્તિ પૂર્ણિમાના દિવસે થાય છે) વ્રજભક્તોએ વ્રજમાં સ્નાન કરી વ્રજરજની, કાત્યાયિની દેવીની પ્રતિમા બનાવી તેમની પૂજા-અર્ચના કરી. તેમની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા અને ગ્વાલબાલો સાથે ભગવાન શ્રીકૃષ્ણે કદમ્બના ઝાડ પર બેસી ગોપીઓનું ચીર હરણ કરેલું. જોકે, પ્રતીકાત્મક સ્વરૂપે ભગવાને તો ગોપીઓની વાસનાનાં વસ્ત્રોનું હરણ કરી ભક્તિનાં ચીર પ્રદાન કર્યાં હતાં અને તેમની મનોકામના પૂર્ણ કરી હતી.

વ્રજમાં યમુનાસ્થિત માનસરોવરના મંદિરમાં પરંપરાગત અન્નકૂટ ઉત્સવ આ દિવસે ઊજવાય છે. ગુજરાતમાં પણ વૈષ્ણવ મંદિરોમાં આ દિવસે અન્નકૂટ મનોરથ થાય છે તથા ગુજરાતમાં નાનાં-મોટાં ગામડાંઓમાં અત્યારે પણ દેવ-દેવીઓનાં પરંપરાગત ફૂલોના કલાત્મક ગરબા પણ નીકળે છે. કેટલાક ભક્તો આ દિવસે પગપાળા ચાલીને વૃંદાવનની યાત્રા તથા વ્રજયાત્રા પણ કરે છે.

ભાવિક ભક્ત સમુદાય આ દિવસે ચતુર્માસ વ્રતનું ઉજવણું કરે છે. શ્રીકૃષ્ણે આ દિવસે દીપદાન કર્યું હતું ત્યારથી દીપદાનનું અનેરું મહત્ત્વ છે અને દીપદાન પરંપરાગત પ્રથા શરૂ થઇ હતી. વૈષ્ણવો અને ભાવિક ભક્ત સમુદાય પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા કે સાબરમતી જેવી નદીઓમાં ખાખરાનાં પાનના દડિયામાં દીવા પ્રગટાવીને પ્રવાહિત કરે છે. દેવદિવાળીએ દીવડાઓની પ્રકાશ ધારાઓથી આપણે મનનો અંધકાર ધોઇ નાખવા સંકલ્પ કરીએ. દેવદિવાળી ઊજવીને આપણે આસુરી, તામસી વૃત્તિ દૂર કરીને દેવ જેવી સાત્ત્વિક-પ્રકાશિત વૃત્તિના થઇએ એ જ પ્રભુ પ્રાર્થના.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
રાજકોટ

બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ

Editor By Editor 5 days ago
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?