શનિવારે વિજય હજારે ટ્રોફીની ત્રીજી અને ચોથી ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ હતી. આ દરમિયાન મયંક અગ્રવાલના નેતૃત્વ હેઠળના કર્ણાટકે કૃણાલ પંડ્યાના બરોડાને હરાવ્યું. આ દરમિયાન રુતુરાજ ગાયકવાડના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રે મધ્યપ્રદેશને હરાવ્યું. આ બે જીત સાથે, કર્ણાટક અને મહારાષ્ટ્રે સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
આ મેચમાં મહારાષ્ટ્રે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 275 રન બનાવ્યા હતા. 19 વર્ષીય ઓપનર અર્શીન કુલકર્ણીએ 137 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 107 રનની શાનદાર ઈનિંગ રમી. આ સિવાય અંકિત બાવનેએ 60 અને નિખિલ નાઈકે 52 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી અને 56 રન આપીને 3 વિકેટ લીધી. આ લક્ષ્યના જવાબમાં પંજાબની ટીમ 44.4 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. અર્શદીપ સિંહે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 39 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા પરંતુ ટીમને જીત અપાવવામાં મદદ કરી શક્યો નહીં.
દેવદત્ત પડિકલે શાનદાર સદી ફટકારીને ટીમને અપાવી જીત
બીજી મેચની વાત કરીએ તો, કર્ણાટકે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા. ઓપનર દેવદત્ત પડિકલે 99 બોલમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 102 રનની શાનદાર ઈનિંગ રમી. જવાબમાં, બરોડાની ટીમ 49.5 ઓવરમાં 276 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે, તેમને મેચમાં ફક્ત 5 રનથી હારનો સામનો કરવો પડ્યો. બરોડા માટે ઓપનર શાશ્વત રાવતે પણ શાનદાર સદી ફટકારી. તેને 126 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં. અતિત સેઠે પણ 56 રનની ઈનિંગ રમી. કેપ્ટન કૃણાલ પંડ્યાએ 28 બોલમાં 30 રન બનાવ્યા. પરંતુ આ મેચ હાર્યા બાદ ટીમને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું.


