આવનારી 20 જાન્યુઆરી 2025 Donald Trumpના રોજ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે જેના માટે વોશિંગ્ટન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અમેરિકા તથા અન્ય રાષ્ટ્રોના રાજનેતાઓ તથા ઉધ્યોગપતિઓ અને બીજા મહાનુભવો ઉપસ્થિત રહેવાના છે. પણ ૨૦ જાન્યુઆરીના દિવસે જ શું કામ બધા નવોદિત રાષ્ટ્રપતિ શપથ લે છે? શું કોઈ ઇતિહાસ કે કોઈ ઘટના આ સાથે સંકળાયેલી છે ?
શું આ તારીખે શપથ લેવાની કોઈ પરંપરા કે રિવાજ છે. શું કામ ૨૦ જાન્યુઆરીને આટલું મહત્વ આપવામાં આવે છે? આ શરૂઆત ક્યારથી થઈ ? આ શરૂઆત કરનાર કોણ ? ૨૦ જાન્યુઆરીના દિસે શપથ લેનાર પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા ? આ પહેલા કઈ તારીખે શપથ વિધિ થતી હતી ? આવા અનેક પ્રશ્નો આપણને થાય જ તો જાણીએ આ વિશે માહિતી.
20 જાન્યુઆરીના દિવસે જ શું કામ નવોદિત રાષ્ટ્રપતિ શપથ લે છે?
આ પાછળની ઘટના એવી છે કે અમેરિકાનાં સંવિધાનના અનુચ્છેદ ૨૦ની જોગવાઈ મુજબ અમેરિકામાં નિયુક્ત થયેલ રાષ્ટ્રપ્રમુખ ૨૦ જાન્યુઆરીના દિવસે શપથ લેવાના. આ માટે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચુંટણી પ્રક્રિયા થાય છે તેના અઢી માસ બાદ નવ નિયુક્ત રાષ્ટ્રપતિ પોતાના શપથ લે છે. આ અઢી માસનો સમય ટ્રાન્જિશન પિરિયડ તરીકે ઓળખાય છે.
ક્યારથી આ શરૂઆત થઈ ?
20 જાન્યુઆરીએ શપથ ગ્રહણની શરૂઆત વર્ષ 1937 થી થઈ હતી. 1937 પહેલા 4 માર્ચના દિવસે નવ નિયુક્ત રાષ્ટ્રપતિ પોતાના શપથ ગ્રહણ કરતાં હતા.
20 જાન્યુઆરી 1937 ના દિવસે શપથ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
ફ્રેન્કલીન ડી. રુજવેલ્ટ અમેરિકાના એવા પ્રથમ રાષ્ટ્રપતિ હતા કે જેમણે 20 જાન્યુઆરી 1937 ના દિવસે શપથ ગ્રહણ કર્યા હતા. 20 જાન્યુઆરીના દિવસે જ્યારે રાષ્ટ્રપતિને શપથ લેવડાવવામાં આવે છે ત્યારે ઉપ રાષ્ટ્રપ્રમુખ પણ તેમની સાથે શપથ લે છે.
અમેરિકાનું બંધારણ અસ્તિત્વમાં ક્યારે આવ્યું ?
પેન્સિલ્વેનિયામાં વર્ષ 1787 માં એક સમેલન યોજાયું હતું જેમા અમેરિકાના બંધારણને ઘડવા માટે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકના અંતે 55 સભ્યોની ટીમ દ્વારા લેખિત બંધારણ વર્ષ . 1787 માં લખવામાં આવ્યું અને વર્ષ 1789 માં અમલમાં આવ્યું હતું.. 39 સભ્યો દ્વારા આ બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.


