27 જાન્યુઆરીના રોજ, ICC એ વર્ષના બેસ્ટ પુરુષ ટેસ્ટ ક્રિકેટરની જાહેરાત કરી. જસપ્રીત બુમરાહએ આ એવોર્ડ જીત્યો છે. તેને ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહે વર્ષ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સિવાય તેને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે આ ખેલાડીએ ICC એવોર્ડ્સમાં પોતાની છાપ છોડી દીધી છે.
13 મેચમાં લીધી 71 વિકેટ
બુમરાહ 2024 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેને 71 વિકેટ લઈને વિશ્વના તમામ બોલરોને પાછળ છોડી દીધા છે. તેના પછી ઈંગ્લેન્ડના બોલર ગુસ એટકિન્સનનો નંબર આવે છે, જેને 52 વિકેટ લીધી છે. બુમરાહે 2024માં 357 ઓવર ફેંકી હતી. આ સમયગાળા દરમિયાન, તેને 2.96 ની પ્રભાવશાળી એવરેજથી રન આપ્યા. બુમરાહ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથો ભારતીય બોલર પણ બની ગયો છે. તે કપિલ દેવ, અનિલ કુંબલે અને આર. અશ્વિનના પગલે ચાલે છે, જેને એક કેલેન્ડર વર્ષમાં 70 થી વધુ વિકેટ લીધી છે.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી, વિશ્વના 17 બોલરોએ એક કેલેન્ડર વર્ષમાં 70 થી વધુ વિકેટ લીધી છે. પરંતુ બુમરાહ આ 17 બોલરોમાં સૌથી ઓછી એવરેજ ધરાવતો બોલર બની ગયો છે.
બુમરાહનું શાનદાર પ્રદર્શન
જસપ્રીત બુમરાહે 2024 ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. બુમરાહે આ મેચની બંને ઈનિંગ્સમાં 8 વિકેટ લીધી અને વર્ષની શાનદાર શરૂઆત કરી. આ પછી, બુમરાહે ઈંગ્લેન્ડ સામે રમાયેલી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 19 વિકેટ લીધી. તેમના જોરદાર પ્રદર્શનને કારણે ભારતે ટેસ્ટ સિરીઝ 4-1થી જીતી લીધી.
ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન પણ બુમરાહનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. આ સિરીઝમાં, આ ઘાતક બોલરે ટેસ્ટ ફોર્મેટમાં 200 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી.
આવું રહ્યું છે બુમરાહનું કરિયર
જસપ્રીત બુમરાહે અત્યાર સુધીમાં ભારત માટે 45 ટેસ્ટ મેચોમાં 205 વિકેટ લીધી છે. આ સિવાય તેને 89 ODI મેચોમાં 149 વિકેટ લીધી છે. જ્યારે 70 T20 મેચોમાં તેને 89 વિકેટ લીધી છે.


