સુનિતા વિલિયમ્સ ટૂંક સમયમાં અવકાશમાંથી પરત ફરશે કે નહી તેને લઈ હાલ ચર્ચાનો વિષય બન્યો છે,યુએસના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની અપીલ પર એલોન મસ્કે મસ્ત જવાબ આપ્યો છે,અને કહ્યું કે વિલિયમન્સને જલ્દીથી પાછા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે હાલ તેમની તબિયત થોડી નરમ છે અને તે અવકાશમાં છે.સુનીતા વિલિયમ્સને અવકાશમાંથી પાછા લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. તેની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસ એક્સના સીઈઓ એલોન મસ્કને કરેલી અપીલથી તેમની વાપસીની આશા વધી છે. ચાલો જાણીએ કે સુનીતા વિલિયમ્સ અવકાશમાંથી કેવી રીતે પરત ફરશે.
સ્ટારલાઇનર અવકાશયાનમાં ખામી
સુનીતા વિલિયમ્સ જ્યારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી ત્યારે તેણે ખુશીથી ડાન્સ કર્યો હતો. તેણે તેના સાથી અવકાશયાત્રીઓને ગળે લગાવ્યા. પરંતુ હવે આ ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ છે. સુનીતા વિલિયમ્સ અને તેના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોરનું જીવન અવકાશમાં અટવાઈ ગયું છે. કારણકે સ્ટારલાઇનર અવકાશયાનમાં ખામી છે.
એલોન મસ્કને ટ્રમ્પની અપીલ
વાહનમાં હિલીયમ ગેસ લીક થવાને કારણે એવી સમસ્યા સર્જાઈ હતી કે હવે તેને અવકાશમાં 7 મહિના વીતી ગયા છે અને તે હજુ પણ ત્યાં જ અટવાઈ છે. જો કે, હવે સુનીતાની વાપસીનો માર્ગ સ્પષ્ટ જણાય છે. તેનું કારણ છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસએક્સના માલિક એલોન મસ્કને અપીલ કરી હતી અને ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી અને મસ્કને આ મામલે મદદની અપીલ કરી. તેમણે લખ્યું, મેં એલોન મસ્કને અંતરિક્ષમાં ફસાયેલા અમારા બે બહાદુર અવકાશયાત્રીઓને શક્ય તેટલી વહેલી તકે પાછા લાવવા કહ્યું છે,આશા છે દરેક જણ સુરક્ષિત હશે. સારા નસીબ, એલન!
એલોન મસ્કનો જવાબ
એલોન મસ્કે પણ આનો જવાબ આપ્યો અને સ્પષ્ટ કહ્યું કે SpaceX તેમને જલ્દી પાછા લાવવાનો પ્રયાસ કરશે. મસ્કે સોશિયલ મીડિયા X પર લખ્યું, અમેરિકાના રાષ્ટ્રપતિએ સ્પેસએક્સને સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બે અવકાશયાત્રીઓને વહેલી તકે ઘરે લાવવા કહ્યું છે. અમે ટૂંક સમયમાં તેમને પાછા લાવવાનું મિશન શરૂ કરીશું.સુનીતા વિલિયમ્સ છેલ્લા 7 મહિનાથી ખરાબ હાલતમાં છે અને તેમણે એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પૃથ્વી પર પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહી છે.
અવકાશમાં ગુરુત્વાકર્ષણની ગેરહાજરી
સૌથી મહત્વની બાબત એ છે કે અવકાશમાં ગુરુત્વાકર્ષણની ગેરહાજરી છે. જેના કારણે શરીરના પ્રવાહી ઉપરની તરફ આવે છે. જેના કારણે ચહેરા અને શરીરમાં સોજો વધી જાય છે. બ્લડ પ્રેશરનું સ્તર પણ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં હવે આખી દુનિયાની નજર સ્પેસએક્સ પર ટકેલી છે. સુનીતા જલ્દી પૃથ્વી પર પાછી ફરશે એવી આશામાં.


