અમેરિકા પોતાના મિત્ર દેશની સંખ્યા વધારવા માંગે છે. કારણ કે આ મિત્રતાનો ઉપયોગ આગામી સમયમાં દુશ્મનો સાથે બદલો લેવામાં કરી શકાય. ખાસ કરીને રશિયા વિરુદ્ધ આ મિત્રતાનો ઉપયોગ કરવામાં આવે. એક કહાની જેની શરૂઆત 76 વર્ષ અગાઉ થઇ હતી. આ કહાનીના મુખ્ય ચહેરા હતા અમેરિકાના રાષ્ટ્રપતિ હૈરી ટ્રૂમૈન અને ભારતના પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુ. પરંતુ આ કહાની હવે ખત્મ થઇ ચુકી છે અને તેની મુખ્ય ભૂમિકામાં ડૉનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી છે.
શું કહાની છે USAIDની ?
USAIDને કેમ નાટોમાં સામેલ ન કરાયુ અને તો પણ જવાહર લાલ નહેરુએ અમેરિકાની મદદ સ્વીકારી હતી. અને હવે જ્યારે આ આર્થિક મદદ બંધ કરવામાં આવી છે તો કેમ ભારતના રાજકારણમાં હોબાળો મચ્યો છે. ડૉનાલ્ડ ટ્રંપે માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં USAIDની મદદ બંધ કરી છે. અને તેના 16 હજાર જેટલા અધિકારીઓ અનને કર્મચારીઓને નોકરીમાંથી બરખાસ્ત કર્યા છે.
આ કહાનીની શરૂઆત 1951થી થઇ ચુકી છે. 1951માં ભારતની આઝાદીના 4 વર્ષ જ થયા હતા. ભારત પોતાના આત્મબળે આગળ વધવા માગતુ હતુ. આના માટે અમેરિકાના રાષ્ટ્રપતિ હૈરી ટ્રૂમૈન પાસે ભારતના પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુએ મદદ માગી હતી. અમેરિકાએ ભારતની મદદ કરવા માટે વિશ્વાસ આપ્યો હતો. અને જણાવ્યુ હતુ કે તેઓઆ મદદથી ભારતમાં ભૂખ મરી નહી થવા દે. આ દરમિયાન અમેરિકાએ એક કાયદો બનાવ્યો હતો. જેનું નામ આપવામાં આવ્યુ હતુ કે, India Emergency Food Assistance Act 1951. આ કાયદા હેઠળ અમેરિકાએ 2 મિલિયન ટન અનાજ ભારતમાં મોકલ્યુ હતુ. 1951માં પુરની સ્થિતી સર્જાઇ હતી. અને પુરગ્રસ્ત લોકોને ભોજન આપવામાં આવ્યુ હતુ.
બીજુ વિશ્વ યુદ્ધ જીત્યા બાદ અમેરિકા મહાશક્તિ બની ચુક્યુ હતુ. આ તમામની વચ્ચે અમેરિકા વિવિધ દેશોને પોતાની રીતે મદદ કરી રહ્યુ હતુ. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાનુ વિરોધી સોવિયત સંઘ પણ અન્ય દેશોને આર્થિક મદદ કરી રહ્યુ હતુ. અને પોતાનો પ્રભાવ તમમ બતાવી શકે. અમેરિકાએ સોવિયત સંઘનો પ્રભાવ ઓછો કરવા માટે વધુ મદદની ભલામણ કરી. અને તેના માટે એક સંસ્થા બનાવવામાં આવી હતી.
આ સંસ્થાનું નામ USAID છે, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ. ત્યારે જોન એફ. કેનેડી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. સંગઠનનો ઉદ્દેશ્ય હતો. કોઈપણ આપત્તિ દરમિયાન વિશ્વના તમામ દેશોને રાહત પૂરી પાડવી, ગરીબી દૂર કરો, આબોહવા પરિવર્તન સાથે અન્ય કોઈપણ તકનીકી જરૂરિયાત પૂરી કરવી, દ્વિપક્ષીય વેપાર સહિત યુએસ હિતોનું રક્ષણ કરવું, સામાજિક-આર્થિક વિકાસ પ્રાપ્ત કરવા માટે આનો ઉપયોગ થાય છે.
હવે 2025 માં, અમેરિકા કોઈ મદદ આપવા તૈયાર નથી. કારણ કે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. ૨૦૧૭ ના ડોનાલ્ડ ટ્રમ્પ અને ૨૦૨૫ ના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઘણો તફાવત છે, કારણ કે ૨૦૨૫ માં ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોવા છતાં, ટ્રમ્પના મોટાભાગના નિર્ણયો ટેસ્લાના માલિક એલોન મસ્ક દ્વારા લેવામાં આવે છે, જે એક ઉદ્યોગપતિ છે અને જે ફક્ત પોતાનો ફાયદો જુએ છે. તો એલોન મસ્કે USAID ના અસ્તિત્વ પર જ પ્રશ્ન ઉઠાવ્યો અને પૂછ્યું કે તેની શું જરૂર છે. ટ્રમ્પે પણ સ્વીકાર્યું કે આની શું જરૂર હતી અને આખરે ટ્રમ્પે આ USAID બંધ કરી દીધી અને તેના 16 હજાર કર્મચારીઓ અને અધિકારીઓને બેરોજગાર બનાવી દીધા અને તેમને ઘરનો રસ્તો બતાવ્યો.
વર્ષ 2001થી ભારતને હમણા સુધી 2.86 બિલિયન ડૉલરની મદદ મળી ચુકી છે. પરંતુ હવે આર્થિક મદદ બંધ થતા તેમાં નુકસાન ભારતનું જ છે. પરંતુ તપાસ એજંસીઓ તપાસ કરીને જણાવશે કે, 21 મિલિયન ડોલર અમેરિકાએ કોને આપ્યા અને તેનો ફાયદો કેટલો થયો.


