યુક્રેન અને બ્રિટને શનિવારે 2.26 બિલિયન પાઉન્ડ (રૂ. 2,48,63,86,46,000) ના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે યુક્રેનની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવશે. વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે ગરમાગરમ ચર્ચાના એક દિવસ પછી આ કરાર થયો છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકીને મળ્યા બાદ બ્રિટિશ વડા પ્રધાને તેમને કહ્યું કે ‘યુક્રેનને યુનાઇટેડ કિંગડમનો સંપૂર્ણ ટેકો છે.’
બ્રિટન સાથે ડીલ થઇ બમ્પર
આ લોન પ્રતિબંધિત રશિયન સાર્વભૌમ સંપત્તિઓમાંથી મેળવેલા નફામાંથી ચૂકવવામાં આવશે. આ કરાર પર બ્રિટિશ ચાન્સેલર રશેલ રીવ્સ અને યુક્રેનના નાણામંત્રી સેરગેઈ માર્ચેન્કોએ હસ્તાક્ષર કર્યા હતા. કરાર હેઠળનો પહેલો હપ્તો આવતા અઠવાડિયે યુક્રેન પહોંચવાની અપેક્ષા છે.
કીર સ્ટાર્મરે ઝેલેન્સ્કીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
મહત્વનું છે કે ટ્રમ્પ સાથે ઝેલેન્સકીની વાતચીત તણાવપૂર્ણ રહી, ત્યારે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર ઝેલેન્સકીને ઉષ્માભેર ગળે લગાવીને સ્વાગત કર્યુ છે. આ મુલાકાતને ઝેલેન્સ્કીએ ઉત્સાહજનક ગણાવ્યું અને યુક્રેન પ્રત્યે બ્રિટનના અતૂટ સમર્થનની સરાહના કરી . સ્ટાર્મરએ પણ કહ્યું કે બ્રિટન યુક્રેનની સાથે મજબૂતી પૂર્વક ઉભુ છે.
આ બેઠક એક મહત્વપૂર્ણ યુરોપિયન સમિટ પહેલા થઈ હતી જ્યાં યુક્રેન શાંતિ કરાર પર ચર્ચા થવાની છે. આ દરમિયાન સ્ટાર્મરે ઝેલેન્સકીને ખાતરી આપી, ‘સમગ્ર યુનાઇટેડ કિંગડમ તમારી સાથે છે.’ જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી અમે યુક્રેનની સાથે ઉભા રહીશું.
આખું યુકે તમારી સાથે ઉભું છે’
કીર સ્ટાર્મરે ઝેલેન્સકીને કહ્યું, ‘મને આશા છે કે તમે રસ્તા પર લોકોને તમારા માટે ઉત્સાહિત કરતા સાંભળ્યા હશે.’ આ યુનાઇટેડ કિંગડમના લોકો છે જે ડાઉનિંગ સ્ટ્રીટ પર આવ્યા છે જેથી તેઓ તમને કેટલો ટેકો આપે છે તે બતાવી શકે. અને યુનાઇટેડ કિંગડમ તમારી અને યુક્રેનની સાથે ઊભા રહેવા માટે કટિબદ્ધ છે.
બ્રિટિશ પીએમએ ઝેલેન્સકીને કહ્યું, અમે હંમેશા તમારી અને યુક્રેનની સાથે ઉભા છીએ.’ બ્રિટન યુક્રેનનું મજબૂત સમર્થક રહ્યું છે. રવિવારે રાજા ચાર્લ્સ ઝેલેન્સકીને પણ મળશે. રાજા ચાર્લ્સે અગાઉ યુક્રેનના લોકોના “સંકલ્પ અને હિંમત” ની પ્રશંસા કરી છે.


