નેપાળમાં બે વાર ધરતી ધ્રુજવાના આંચકા અનુભવાયા હતા. પ્રથમ આંચકો વહેલી સવારે 3 વાગ્યે 14 મિનીટે અને બીજો આંચકો સવારે 6 વાગ્યે 20 મિનીટે અનુભવાયો હતો. પ્રથમ આંચકાનું કેન્દ્ર બિન્દુ બાગલુંગથી 40 કિલોમીટર દુર મ્યાગ્દી જિલ્લામાં નોંધાયુ હતુ. તો બીજા આંચકાનું કેન્દ્ર બિન્દુ ખુખાની વિસ્તારમાં નોંધાયું હતુ. બેવાર ભૂકંપના આંચકા નોંધાયા બાદ અહીં કોઇ જાનહાનિના સમાચાર નથી.
ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ભારતાના પાડોશી દેશ નેપાળમાં જ્યાં રાજનૈતિક ભૂકંપ સર્જાતો રહે છે ત્યાં બીજી તરફ વિવિધ ક્ષેત્રમાં બે વાર હલકી માત્રામાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ ભૂકંપમાં કોઇ જાનમાલનું નુકસાન થયુ નથી. પ્રથમ આંચકો વહેલી સવારે 3 વાગ્યે 14 મિનીટે અને બીજો આંચકો સવારે 6 વાગ્યે 20 મિનીટે અનુભવાયો હતો. પ્રથમ આંચકાનું કેન્દ્ર બિન્દુ બાગલુંગથી 40 કિલોમીટર દુર મ્યાગ્દી જિલ્લામાં નોંધાયુ હતુ. તો બીજા આંચકાનું કેન્દ્ર બિન્દુ ખુખાની વિસ્તારમાં નોંધાયું હતુ.
અગાઉ પણ આવ્યો હતો ભૂકંપ
નેપાળમાં આ અગાઉપણ 28 ફેબ્રુઆરીના રોજ ભૂકંપ નોંધાયો હતો. 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ આંચકામાં નુકસાનીના આંકડા નોંધાયા હતા. લોકોના ઘરોમાં પંખા, ખિડકી, દરવાજાને નુકસાન પહોંચ્યુ હતુ. રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્રે પુષ્ટિ આપી છે કે ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી લગભગ 65 કિમી પૂર્વમાં સિંધુપાલચોક જિલ્લાના ભૈરવકુંડ ખાતે હતું. સ્થાનિક સમય મુજબ રાત્રે 2:51 વાગ્યે ભૂકંપ આવ્યો, જેના કારણે નેપાળના મધ્ય અને પૂર્વી વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો.
નેપાળમાં ભૂકંપ કેમ આવે છે?
નેપાળ સૌથી સક્રિય ટેક્ટોનિક ઝોનમાં સ્થિત છે. જે દેશને ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ બનાવે છે. આ જ કારણ છે કે દેશમાં વારંવાર ભૂકંપ નોંધાય છે. હિમાલયના આ રાષ્ટ્રનો અત્યાર સુધીનો સૌથી ભયાનક ભૂકંપ 2015 માં આવ્યો હતો, જ્યારે 7.8 ની તીવ્રતાના ભૂકંપમાં 9,000 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 10 લાખથી વધુ ઇમારતોને નુકસાન થયું હતું.


