આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર છેલ્લા 9 મહિનાથી ફસાયેલા સુનિતા વિલિયમ્સ જલદી જ ઘરે પરત ફરશે. નાસા અને સ્પેસ એક્સે જાહેરાત કરી છે કે, તેઓ ક્રૂ-10 મિશન લોન્ચ કરશે. આ મિશન સુનિતા વિલિયમ્સને ધરતી પર પરત લાવવા માટે લોન્ચ કરાયુ છે. નાસાએ જણાવ્યુ છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલોમરના 19 માર્ચ સુધી આંતરરાષ્ટ્રીય સ્ટેશન છોડવાની સંભાવના છે. ટેકનિકલ કારણોસર સ્પેસએક્સે કેનેડી સ્પેસ સેન્ટરથી ક્રૂ-10 મિશનનું લોન્ચિંગ મુલતવી રાખવું પડ્યું હતુ.
અંતરિક્ષમાં 9 મહિના સુધી ફસાયા અંતરીક્ષ યાત્રી
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર 9 મહિના સુધી અંતરીક્ષમાં ફસાયા છે. વે બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટથી માત્ર 8 દિવસ માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ગયા હતા. પરંતુ સ્ટારલાઇનરમાં આલેવી ટેક્નિકલ ક્ષતિના કારણે તેઓ ધરતી પર પરત ફર્યા ન હતા. પરંતુ હવે સ્પેસએક્સનું ક્રુ-10 મિશન લોન્ચ થવાનું હતુ. ત્યારે ફાલ્કન-9 રોકેટના ગ્રાઉંડ સપોર્ટ ક્લૈંક આર્મમાં ટેક્નિકલ સમસ્યા આવી હતી. જેના કારણે છેલ્લી ઘડીએ મિશન રદ કરવું પડ્યું હતુ. નાસાએ જણાવ્યું હતું કે આગામી સંભવિત લોન્ચ શનિવારે થશે. પરંતુ તે ટેકનિકલ સમીક્ષા પછી જ શક્ય બનશે.
મિશન સફળ થશે તો શું થશે?
જો આ વખતે લોન્ચ સફળ રહેશે તો બંને અંતરીક્ષ યાત્રી ધરતી પર પરત ફરશે. 20 માર્ચ બાદ તેઓની ઘર વાપસી થઇ શકે છે.
આ મિશન દ્વારા, એક નવી ટીમ પણ ISS પર મોકલવામાં આવશે, જેમાં NASAની એન મેકલેન અને નિકોલ આયર્સ, જાપાનની JAXA એજન્સીના ટાકુયા ઓનિશી અને રશિયાની રોસકોસ્મોસ એજન્સીના કિરિલ પેસ્કોવનો સમાવેશ થશે. અગાઉ, નાસાએ બે અઠવાડિયા પહેલા ક્રૂ-10 મિશન લોન્ચ કરવાનો નિર્ણય લીધો હતો. આનું કારણ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કનું દબાણ હોવાનું કહેવાય છે, જેમણે વિલ્મોર અને વિલિયમ્સને શક્ય તેટલી વહેલી તકે પાછા લાવવાની માંગ કરી હતી.
અવકાશયાત્રીઓની સુરક્ષા પ્રાથમિકતા
મિશનમાં ઘણી વખત વિલંબ થયો હોવા છતાં, નાસાએ કહ્યું છે કે અવકાશયાત્રીઓની સલામતી ટોચની પ્રાથમિકતા છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે જેથી ત્યાંના ક્રૂ સુરક્ષિત રીતે તેમનું કાર્ય ચાલુ રાખી શકે. નવ મહિનાની અનિશ્ચિત મુસાફરી પછી, વિશ્વ હવે તે લોન્ચની રાહ જોઈ રહ્યું છે જે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરના સુરક્ષિત પાછા ફરવાની ખાતરી કરશે.


