22 માર્ચથી IPL ની 18 મી સિઝન શરુ થા જઈ રહી છે. આ વખતે BCCI એ જે નિયમો બનાવ્યા છે તેનાથી ખેલાડીઓને ફાયદો થશે.
IPL નો મંચ તૈયાર થઈ ગયો છે. આજથી બરાબર બે દિવસ પછી ઈન્ડિયન પ્રિમિયર લીગની પહેલી મેચ રમવામાં આવશે. પહેલા દિવસે એટલે કે 22 માર્ચે KKR અને RBC વચ્ચે મેચ રમાશે. આ વખતે IPL રમી રહેલા ખેલાડીઓને પણ ફાયદો થવા જઈ રહ્યો છે. જે રકમ તેમને નિલામી દરમિયાન ટીમોને આપવાનું નક્કી થયું હતુ, એ તો મળશે જ જે રીતે પહેલા મળતી હતી, આ સાથે આ વખતે મેચની ફી પણ આપવામાં આવશે. BCCI તરફથી આ જાહેરાત કરી દેવામાં આવી છે. આનાથી જે ખેલાડીઓ પોતાની ટીમ તરફથી રમી રહ્યા છે તેમને ફાયદો થશે.
આ વર્ષે રમાશે ઈન્ડિયન પ્રમિયર લીગની 18 મી સિઝન
ઈન્ડિયન પ્રિમિયર લીગની આ 18 મી સિઝન હશે. અત્યાર સુધી જે 17 સિઝન રમવામાં આવી હતી, તેમાં IPLની ટીમો ખેલાડીઓને રીટન કરતી હતી, જેની રકમ નક્કી કરવામાં આવતી હતી. જેમાં જે ખેલાડીઓ નિલામી વખતે ખરીદવામાં આવતા હતા તેમની કીંમત નક્કી થઈ જતી હતી. આ સિવાય બીજો કોઈ કમાણીનો ઓપ્શન નહોતો. એ વાત અલગ છે કે ખેલાડીઓ જાહેરાત કરીને થોડી ઘણી કમાણી કરી લેતા હતા. પરંતું આ વખતે પહેલી વખત BCCI એ નક્કી કર્યું છે કે ખેલાડીઓને IPL મેચ રમવા માટે ફી આપવામાં આવશે. જે નીલામીમાં આપવામાં આવતી રકમ કરતા અલગ હશે.
જાણો, ખેલાડીને મેચ રમવા માટે કેટલી રકમ મળશે..
BCCI તરફથી પહેલા જ નક્કી કરી દેવામાં આવ્યું છે કે મેચ રમવાવાળા દરેક ખેલાડીઓને પ્રત્યેક મેચના હીસાબે સાડા સાત લાખ રુપિયા આપવામાં આવશે. એક ખેલાડી જેટલી મેચ રમશે તે મુજબ આ રકમ વધતી જશે. એટલે કે જો કોઈ ખેલાડી પુરી 14 મેચ રમશે તો તે પ્રમાણે તેને એક કરોડ રુપિયા આપવામાં આવશે. જો ઓછી મેચ રમશે તો તે હીસાબે પૈસા ઓછા પણ થશે. જો કોઈ ખેલાડી પુરી 14 મેચ રમે છે અને ત્યરબાદ ટીમ ટોપ 4 માં જતી રહે છે તો તેને વધારાની મેચ રમવાનો પણ મોકો મળશે. એટલે કે તેની રકમ એક કરોડ કરતા પણ વધી જશે.
ફક્ત મેચ રમવાવાળા ખેલાડીઓને જ મળશે આ રકમ
આ નિયમ ખાસ કરીને એ ખેલાડીઓને વધારે કામ આવશે, જે ખેલાડીઓને 30 લાખ અથવા તો 50 લાખ રુપિયામાં ખરીદવામાં આવે છે. આ પહેલા તેમને નક્કી કરેલી અમુક રકમ જ આપવામાં આવતી હતી. મહત્વનું છે કે આ નિયમ તે જ ખેલાડીઓને લાગૂ પડશે જે મેચ રમશે. જે આ મેચનો હિસ્સો નહીં હોય તેમને કોઈ રકમ મળશે નહીં. ખાસ વાત એ છે કે તેમાં ફક્ત ભારતના નહીં પણ વિદેશના ખેલાડીઓ પણ શામેલ થશે.


