યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટું નિવેદન આપ્યું છે. ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ટૂંક સમયમાં મૃત્યુ થશે અને તેનાથી બંને દેશો વચ્ચે યુદ્ધનો અંત આવશે. એક અહેવાલ મુજબ ઝેલેન્સકીએ પેરિસમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ઝેલેન્સકીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિનના સ્વાસ્થ્યને લઈને ઘણી અટકળો ચાલી રહી છે.
ઝેલેન્સકીએ શું કહ્યું?
બુધવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા ઝેલેન્સકીએ કહ્યું, ‘તે (પુતિન) ટૂંક સમયમાં મૃત્યુ પામશે, અને તે હકીકત છે, પછી આ યુદ્ધ પણ સમાપ્ત થઈ જશે.’ ઝેલેન્સકીએ પુતિનના સ્વાસ્થ્ય વિશે એવા સમયે ટિપ્પણી કરી હતી જ્યારે યુક્રેન અને રશિયા 30 દિવસ માટે ઉર્જા લક્ષ્યો પર હુમલા રોકવા માટે સંમત થયા છે.
ઝેલેન્સ્કીએ રશિયા પર આરોપ લગાવ્યો
પેરિસમાં મીડિયા સાથે વાત કરતા, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ રશિયા પર શાંતિના પ્રયાસો છતાં “સંઘર્ષને લંબાવવાનો” આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, ‘રશિયા ઇચ્છે છે કે આ યુદ્ધ ચાલુ રહે, તે તેને લંબાવી રહ્યું છે. આપણે રશિયા પર દબાણ લાવવાની જરૂર છે જેથી યુદ્ધ ખરેખર સમાપ્ત થાય.


