શુક્રવારે મ્યાનમારમાં ભૂકંપના તીવ્ર આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી હતી. આ ભૂકંપ એટલા શક્તિશાળી હતા કે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ તે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગમાં હતું. મ્યાનમારના મંડલેમાં ઇરાવદી નદી પરનો લોકપ્રિય પુલ ભૂકંપના આંચકાને કારણે ધરાશાયી થયો હતો. માનવામાં આવી રહ્યુ છે કે, ચીન અને તાઇવાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મ્યાનમારના મંડલે શહેરમાં સૌથી વધુ નુકસાન
ભૂકંપને કારણે બેંગકોકમાં ગગનચુંબી ઈમારત ધરાશાયી છે. જે ઇમારતનું નિર્માણ ચાલી રહ્યું હતું તે ભૂકંપના આંચકાનો સામનો કરી શકી નહીં. સર્વેક્ષણ અને જર્મનીના GFZ ભૂ-વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે બપોરનો ભૂકંપ 10 કિલોમીટર એટલે કે 6.2 માઇલની ઊંડાઈએ હતો. જેના કારણે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો.
ભારતે લંબાવ્યો મદદ માટે હાથ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેઓ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિથી ચિંતિત છે. હું બધાની સલામતી માટે પ્રાર્થના કરું છું. ભારત શક્ય તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે. અમે વહીવટીતંત્રને આ બાબતે સતર્ક રહેવા જણાવ્યું છે. આ સાથે, વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. બધા સુરક્ષિત રહે તેવી પ્રાર્થના.
ભૂકંપની વચ્ચે જીવ બચાવતા લોકો
ભૂકંપને કારણે થાઈલેન્ડ અને મ્યાનમારમાં પૂલમાંથી પાણી વહેવા લાગ્યું. એવું કહેવામાં આવ્યું છે કે ઘણી ઇમારતો નાશ પામી છે. સ્થાનિક મીડિયા અનુસાર, ભૂકંપના કારણે ઇમારતોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ગભરાયેલા રહેવાસીઓ ગીચ વસ્તીવાળા મધ્ય બેંગકોકમાં બહુમાળી કોન્ડોમિનિયમ અને હોટલની સીડીઓ નીચે દોડી ગયા હતા. લોકોને જાનહાનિ ટાળવા માટે રસ્તા પર રહેવાનું કહેવામાં આવ્યું હતું.
ભૂકંપ બાદ મ્યામાર, થાઇલેન્ડની સ્થિતી
થાઇલેન્ડના એરપોર્ટ પર લોકડાઉન જેવી સ્થિતી છે. અને તમામ ફ્લાઇટ્સની અવર જવર રદ કરાઇ છે. થાઇલેન્ડના વડાપ્રધાને બેંગકોકમાં કટોકટી જાહેર કરી છે. થાઇલેન્ડ અને મ્યાનમારના ઘણા શહેરોમાં ઇમારતો ધરાશાયી થવાના સમાચાર છે. બેંગકોકમાં ટાવર ધરાશાયી થયા મોટી સંખ્યામાં લોકો ગુમ થયાના સમચાર પણ સામે આવ્યા છે. મેઘાલયના ગારો હિલ્સમાં પણ 4.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.


