અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પે વિશ્વભરમાં લોકોની ધારણા અને અપેક્ષા કરતા વધારે ટેરિફ લાદી છે. જેને કારણે અમેરિકનોએ શેમ્પેઈન, પરમેસન, તેમજ ફેરારીની કિંમતમાં થનારા વધારા અંગે દુખ વ્યક્ત કર્યું છે. ટેરિફનાં વધારાની અસર લક્ઝરી કારો તેમજ સ્પેશ્યાલિટિ ફુડ જેવી ચીજો પર પણ થશે. શનિવારથી 10 ટકાની બેઝલાઈન ટેરિફ લાગૂ થતા રોજબરોજની ચીજો તેમજ પરગખા અને ચંપલો, શૂઝ તેમજ બ્યૂટી પ્રોડક્ટ અને સેક્સ ટોયઝનાં ભાવમાં પણ અસાધારણ વધારો થશે. ઉત્પાદકો હાલ વધેલી ટેરિફ પૈકી કેટલો બોજ ગ્રાહકો પર નાંખવો તેની મૂંઝવણમાં છે. ટ્રમ્પનાં પહેલા કાર્યકાળમાં ચીન પર નજીવી ટેરિફ લગાવાઈ ત્યારે કંપનીઓએ ગ્રાહકો પર તેનો બોજ નાંખ્યો ન હતો.
ટ્રમ્પ ટેરિફ પછી શું મોંઘું થશે?
ટ્રમ્પ ટેરિફ અમલમાં આવ્યા પછી રે – બનનાં ફેશનેબલ ચશ્માં તેમજ નેસ્પ્રો નેસ્લે કોફી, વિગ્સ, આઈલેસિસ તેમજ સેક્સ ટોયઝ, બોટોક્સ કોસ્મેટિક બ્યૂટી ટ્રીટમેન્ટની સામગ્રી તેમજ હેલ્થ વેલનેસ માટેની ઔરા રિંગ્સ અને હોસ્પિટલ બેડ્સ વગેરેનાં ભાવમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. વપરાશકારો એ હવે આવી ચીજોનાં ઉપયોગ માટે વધુ કિંમત ચૂકવવી પડશે. ઈટાલીનાં નાના ગામમાં બનાવવામાં આવતા રે – બનનાં વેરાઈટીઝ ચશ્માંને અમેરિકા તેમજ વિશ્વનાં બજારમાં મોકલવામાં આવે છે. ટેરિફ વધ્યા પછી તેનાં ભાવમાં જંગી વધારો થવાની સંભાવના છે. રે – બન ઉપરાંત ઓકલી, ઓલિવર પીપલ્સ, તેમજ વૉગ આઈવેરની બ્રાન્ડ પણ મોંઘી થશે.
સ્વિત્ઝર્લેન્ડથી આયાત કરાતી નેસ્લે કોફી પર હવે 31% ટેરિફ
નેસપ્રો નેસ્લેની કોફીનાં ભાવ પણ વધશે. ગયા વર્ષે નેસ્લેની 14 અબજ કોફી કેપ્સ્યૂલ્સ વેચાઈ હતી. સ્વિત્ઝર્લેન્ડથી તેની આયાત કરાય છે. જેનાં પર હવે 31 ટકા ટેરિફ લાગશે. વિગ્સ, આઈલેસિશ તેમજ ચીનથી આવતા સેક્સ ટોયઝ પણ મોંઘા થશે વિગ્સ અને આઈલેશિશ તેમજ સેક્સ ટોયઝ પર 34 ટકાથી લઈને 26 ટકા સુધીની ટેરિફ લાગશે. બોટોક્સ એ અમેરિકાની કોસ્મેટિક બ્યૂટી ટ્રીટમેન્ટ માટેની બ્રાન્ડ છે તે મોંઘી થતા તેનાં વેચાણ પર ફટકો પડી શકે છે. 2024માં બોટોક્સ કોસ્મેટિક્સનું વેચાણ 1.7 અબજ ડૉલર હતું. હેલ્થ ટ્રીટમેન્ટ માટે ઔર રિંગ્સનો ઉપયોગ કરાય છે. ઔરા સ્માર્ટ રિંગ્સ હેલ્થ અવેરનેસ અને હેલ્થ ફિટનેસ માટેનું ડિવાઈસ છે જેની કિંમત હાલ 349 ડૉલર છે તેમાં મોટો વધારો થઈ શકે છે. હોસ્પિટલની બેડ્સ પણ મોંઘી થવાની ભીતિ સેવાઈ રહી છે.
જરૂરી વસ્તુની ખરીદી માટે અમેરિકનોની પડાપડી
અમેરિકનો ઈલેકટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, કાર તથા ઈલેકટ્રિક વ્હિકલ, ફર્નિચર, ફૂટવેર અને એપરલ, બાળકોના ઉત્પાદનો, બિલ્ડિંગ અને રિનોવેશન મટિરિયલ્સ, ફિટનેસ અને વેલનેશ સાધનો, કિચન એપ્લાયન્સિસ ખરીદવા પડાપડી કરી રહ્યા છે. 9મી એપ્રિલથી ટેરિફ લાગુ થવાનું હોવાથી ભાગદોડ મચી છે.


