પહેલા 34 ટકા ટેરિફ હતો, પછી 50 ટકા અને પછી 20 ટકા ટેરિફ વધારીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 104 ટકા ટેરિફ લાદ્યો અને એક રીતે ડ્રેગન સામે આર્થિક યુદ્ધની ઘોષણા કરી. અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા આ આર્થિક યુદ્ધથી ચીની એક્સપોટર્સમાં ગભરાટ ફેલાયો છે. તેઓ ટેરિફના ડરની રમુદ્રમાં જ માલ ચોડીને ભાગી ગયા છે.
ચીનના એક્સપોર્ટ બિઝમનેસ પર પડી અસર
સાઉથ ચાઇના પોસ્ટના અહેવાલ મુજબ, ચીનમાં સૂચિબદ્ધ એક એક્સપોર્ટ કંપનીના કર્મચારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રના નવા ટેરિફ પછી, અમેરિકામાં તેમનું દૈનિક શિપમેન્ટ 40-50 કન્ટેનરથી ઘટીને ફક્ત 3-6 કન્ટેનર થઈ ગયું છે. આ નવા ટેરિફથી વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે. આનાથી વેપાર યુદ્ધ શરૂ થવાની આશંકા છે.
ટેરિફના કારણે ડરનો માહોલ
“અમે ફિલિપાઇન્સ, વિયેતનામ, ઇન્ડોનેશિયા અને મલેશિયાથી તમામ શિપિંગ યોજનાઓ બંધ કરી દીધી છે. દરેક ફેક્ટરી ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. જે માલ હજુ સુધી લોડ કરવામાં આવ્યો નથી તેને સ્ક્રેપ કરવામાં આવી રહ્યો છે અને જે સમુદ્રમાં છે તેને નવી કિંમત આપવામાં આવી રહી છે,” કંપનીના કર્મચારીએ જણાવ્યું. એક ક્લાયન્ટે તો કંપનીને એમ પણ કહ્યું હતું કે તે દરિયામાં પહેલેથી મોકલવામાં આવેલા માલને છોડીને શિપિંગ કંપનીઓને આપી રહ્યો છે કારણ કે “ટેરિફ લાદવામાં આવ્યા પછી કોઈ તેને ખરીદશે નહીં.”
ચીનના એક્પોટર્સને થઈ રહ્યું છે નુકસાન
કર્મચારીએ કહ્યું, “હવે અમને દરેક કન્ટેનર પર એટલું જ નુકસાન થઈ રહ્યું છે જેટલું પહેલા અમે 2 કન્ટેનરમાંથી નફો મેળવતા હતા. આવી સ્થિતિમાં, આ કામ કોણ કરશે?” ચીનના એક્સપોટર્સ હવે અમેરિકાને બદલે યુરોપ અને જાપાન તરફ વળી રહ્યા છે, જેથી તેઓ વેપાર યુદ્ધના તોફાનથી બચી શકે.
અમેરિકાના ખરીદદારો પણ પીછેહઠ કરી રહ્યા છે.
ચીન વિશ્વનો સૌથી મોટો નિકાસકાર દેશ છે અને ગયા વર્ષે તેણે અમેરિકાને $439 બિલિયનનો માલ મોકલ્યો હતો, જ્યારે અમેરિકાએ ચીનને ફક્ત $144 બિલિયનનો માલ નિકાસ કર્યો હતો. પરંતુ હવે અમેરિકન ખરીદદારો પણ ફુગાવાના ડરથી પીછેહઠ કરી રહ્યા છે.


