વિરાટ કોહલી તાજેતરમાં અવનીત કૌરની પોસ્ટને લાઈક કરવા બદલ ચર્ચામાં આવ્યો હતો. હવે ભારતીય સિંગર રાહુલ વૈદ્યએ વિરાટ કોહલી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
રાહુલે માત્ર વિરાટને જ નહીં પરંતુ તેના ફેન્સને પણ ‘જોકર્સ’ કહ્યા છે. IPL 2025 માં ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 505 રન બનાવ્યા છે. આ દરમિયાન, રાહુલ વૈદ્યના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચી ગયો છે.
આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે વિરાટ કોહલીએ અવનીત કૌરની એક પોસ્ટ લાઈક કરી. સ્પષ્ટતા આપતાં વિરાટે કહ્યું હતું કે તેને અવનીતની કોઈ પોસ્ટ લાઈક નથી થઈ પણ તે ઈન્સ્ટાગ્રામના અલ્ગોરિધમની ભૂલ છે. વિરાટે કહ્યું કે તેના અને અવનીત વિશે ચર્ચાઓ ફેલાવવી જોઈએ નહીં. વિરાટે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાની સ્પષ્ટતામાં એક નિવેદન આપ્યું હતું, જેની સિંગર રાહુલ વૈદ્યએ મજાક ઉડાવી છે.
સિંગરે વિરાટ કોહલીને કહ્યો ‘જોકર’
સિંગર રાહુલ વૈદ્યએ વિરાટ કોહલી પર કટાક્ષ કરતા કહ્યું કે “આજ પછી, એવું બની શકે છે કે અલ્ગોરિધમને ઘણી બધી તસવીરો ગમે છે જે મને ખરેખર ગમતી નથી. તેથી, જે પણ છોકરી સાથે આવું થાય છે, કૃપા કરીને ખરાબ ન અનુભવો કારણ કે તે મારી ભૂલ નથી પણ ઈન્સ્ટાગ્રામની ભૂલ છે.”
રાહુલ વૈદ્યએ વીડિયોમાં એવો પણ દાવો કર્યો હતો કે વિરાટે તેને ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો છે. ભારતીય સિંગરે પછી મજાકમાં કહ્યું કે કદાચ તેને બ્લોક કરવામાં આવ્યો એ ઈન્સ્ટાગ્રામના અલ્ગોરિધમનો દોષ પણ હોઈ શકે છે.
વિરાટના ફેન્સે રાહુલને કર્યો ટ્રોલ
વિરાટ કોહલીના ફેન્સે રાહુલ વૈદ્યને ખૂબ ટ્રોલ કર્યા છે, કેટલાક ફેન્સ રાહુલને ગાળો પણ આપી છે. આના જવાબમાં રાહુલે ભારતના દિગ્ગજ ક્રિકેટરો અને તેમના ફેન્સ માટે ‘જોકર’ શબ્દનો ઉપયોગ કર્યો. ખરાબ પ્રતિક્રિયાઓથી કંટાળી ગયેલા રાહુલ વૈદ્યએ કહ્યું કે “વિરાટ કોહલી એક જોકર છે, તેના ફેન્સ તેના કરતા પણ મોટા જોકર છે.


