“ઓપરેશન સિંદૂર” પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ભારત અને પાકિસ્તાન હવે બન્ને દેશ શાંતિ જાળવે અને હુમલાઓ રોકી દે. અને સાથે જ વણસેલા સંબંધ ફરી મિત્રતામાં પરિવર્તીત કરે. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. અને આતંકના આકાઓનો નાશ કર્યો હતો.
ટ્રમ્પે શું કરી ભલામણ ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને લડાઇ રોકી દેવા માટે અપીલ કરી છે. અને સાથે જ પોતાની મદદ આપવા માટે ભલામણ પણ કરી છે. વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદ સંબોધી હતી. અને જણાવ્યુ હતુ કે, તેઓ ઇચ્છે છે કે ભારત અને પાકિસ્તાન બન્ને દેશ હુમલા કરવાનું રોકી દે. અને શાંતિ જાળવે. અમેરિકાના ભારત અને પાકિસ્તાન સાથે મિત્રતાભર્યા સંબંધો છે. કૂટનીતિના માધ્યમથી આ મામલો ઉકેલવામાં આવે. ટ્રમ્પે વધુમાં જણાવ્યુ હતુ કે, જો તેઓ કોઇ મદદ કરી શકતા હોય તો તેઓ કરવા તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિનું આ નિવેદન એ સમયે આવ્યુ છે જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે જણાવ્યુ હતુ કે, તેઓ ભારતના હુમલાનો પલટવાર કરશે.
આતંકના આકાઓના ઠેકાણાનો નાશા
મહત્વપૂર્ણ છે કે, ભારતીય સેનાએ પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર હવાઇ હુમલો કર્યો હતો. અને તેમા જૈશ-એ-મેહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ આ લશ્કરી હુમલાઓ કરવામાં આવ્યા હતા. હુમલાના કલાકો પછી, વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મળીને મીડિયાને ભારતના ઓપરેશન વિશે માહિતી આપી.
આતંકનો અડ્ડો પાકિસ્તાન
મિસરીના શરૂઆતના નિવેદન પછી, બંને અધિકારીઓએ ભારતીય સેના દ્વારા નિશાન બનાવવામાં આવેલા સ્થળો વિશે માહિતી આપી હતી. પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય સેનાએ મુરિદકેમાં લશ્કર-એ-તૈયબાના મરકઝ તૈયબા, બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મરકઝ સુભાન અલ્લાહ, સિયાલકોટમાં હિઝબુલ મુજાહિદ્દીનના મહમૂના ઝોયા સુવિધા અને બર્નલામાં મરકઝ અહલે હદીસ અને મુઝફ્ફરાબાદમાં શવાઈ નાલ્લામાં લશ્કરના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.


