અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત-પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે. ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાનું નિવેદન સોશિયલ મીડિયા પર અપલોડ કર્યુ છે. પાકિસ્તાની ડ્રોન હુમલાના જવાબમાં, ભારતીય વાયુસેનાએ અનેક મુખ્ય પાકિસ્તાની એરબેઝ પર સચોટ હુમલા કર્યા હતા. આ પછી, અમેરિકાની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યુ છે.
બન્ને દેશે સમજદારીનો આપ્યો પરિચયઃ ટ્રમ્પ
ભારતના બદલાથી પાકિસ્તાન સંપૂર્ણપણે ગભરાઈ ગયું હતું અને તેણે અમેરિકામાં શરણ માંગી હતી અને અંતે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરી હતી અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયું હતું. આ સંદર્ભમાં ટ્રમ્પ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને ભારત બંને દેશ યુદ્ધવિરામ માટે તૈયાર છે. બાદમાં, પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે પણ જાહેરાત કરી કે તેઓ યુદ્ધવિરામ માટે તૈયાર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનો દાવો
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો મુદ્દો બંને દેશો વચ્ચે સીધો ઉકેલાયો હતો. પાકિસ્તાનના ડીજીએમઓએ કોલ શરૂ કર્યો હતો, જેના પગલે ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ. અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાટાઘાટો કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મંત્રી યુદ્ધવિરામના સંકેતો આપી રહ્યા હતા
પાકિસ્તાનના બે વરિષ્ઠ મંત્રીઓ પણ યુદ્ધવિરામનો સંકેત આપી રહ્યા હતા. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે જો ભારત હુમલો બંધ કરશે તો અમે પણ લડાઈ બંધ કરીશું. પાકિસ્તાનના આ મંત્રીઓએ કહ્યું કે ભારત જ આપણા પર હુમલો કરી રહ્યું છે.


