એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવું ફિચર XChat લોન્ચ કર્યુ છે. હવે તમે મોબાઇલ નંબર વિના વોઇસ અને વીડિયો કોલ કરી શકો છો. આ ઉપરાંત વેનિશિંગ મેસેજ અને ફાઇલ શેયરિંગ જેવા ફિચર પણ મળશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામું આપ્ય બાદ, એલોન મસ્કે પોતાનો પ્રથમ દાવ રમ્યો છે. અને સોશિયલ મીડિયા પર ધમાકેદાર એન્ટ્રી કરી છે.
એલોન મસ્કે સંભાળી પોતાના બિઝનેસની કમાન
એલોન મસ્કે નવું ફિચર XChat લોન્ચ કરતા ગ્રાહકોમાં તે અંગેનો ઉત્સાહ વધી ગયો છે. આ ફિચર WhatsAppની જેમ જ કામ કરે છે. અહીં યુઝર્સ સીધા મેસેજ, વાઇલ કોલ, વીડિયો કોલ કરી શકશે. આ ફિચરની સૌથી સારી વાત એ છે કે, મોબાઇલ નંબર વિના તમે સીધો આનો ઉપયોગ કરી શકશો. એલોન મસ્કે જણાવ્યુ હતુ કે, XChatમાં એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન મળશે. જેનો અર્થ થાય છે કે તમારી ચેટીંગ પૂર્ણપણે સુરક્ષિત રહેશે. હેકર તેને લીક નહી કરી શકે. આ ઉપરાંત વૈનિશિંગ મેસેજ પણ મળશે. એટલે કે નક્કી કરેલા સમય બાદ તે મેસેજ જાતે જ ગાયબ થઇ જશે.
XChat બીજુ શું કરી શકશે ?
એલોન મસ્ક નવા ફિચરથઈ વોઇસ અને વીડિયો કોલ નંબર વિના કરી શકશે. કોઇપણ પ્રકારની ફાઇલ સેન્ડ કરી શકે છે. Bitcoin જેવી સુરક્ષા, Rust ટેક્નોલોજી પર બનેલા XChatને Rust નામની ભાષા પર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રોટોકોલનો મહત્મ ઉપયોગ થશે. હાલ આ ફિચર બીટ વર્ઝન અનેન પેડ સબ્સક્રાઇબર માટે શરુ કરવામાં આવ્યુ છે. તમે X એપમાં ડાબી બાજુ XChatનો ઓપ્શન મળે છે. તો તમે 4 અંકનો પિન નાંખીને સાઇન અપ કરી શકો છો. અને જો કોઇ એરર આવે છે તો સમજવું કે આ ફિચર હજુ તમારા માટે એક્ટીવ નથી. XChatના લોન્ચ થતાં જ એલોન મસ્કનો સીધો મુકાબલો WhatsApp, Telegram અને Signal સાથે રહેશે.