રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યૂક્રેનની વાયુસેનાએ રશિયાનું 7 અરબનું અદ્યતન ફાઇટર જેટ પ્લેન તોડી પાડ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રશિયાના ક્ષેત્રમાં જઈને હુમલો કરવામાં આવ્યો છે પણ તેની કોઇ પુષ્ટિ કરાઇ નથી.
ભૂમિ ઉપરાંત આકાશી લડાઈ આગળ વધી
રશિયાના સૌથી અદ્યતન Su-35 ફાઇટર જેટ પ્લેન યૂક્રેને કુર્સ્ક વિસ્તારના આકાશમાં તોડી પાડ્યું છે. હવે બંને દેશો વચ્ચેની લડાઈ ભૂમિ ઉપરાંત આકાશ તરફ આગળ વધી છે. અદ્યતન વિમાન તોડી પડવાને યૂક્રેનની વાયુસેના બહુ મોટી સફળતા ગણાવે છે. આ ફાઇટર જેટ ચોથી પેઢીનું મલ્ટિરોલ ક્રાફ્ટ ગણાય છે. સુખોઈ કંપનીના Su-27 ને અપડેટ કરવામાં આવ્યું હતું.
Operation Spiderweb બાદ વધુ એક ઘટના
યૂક્રેન દ્વારા થોડા દિવસો પહેલા Operation Spiderweb થી રશિયાના એરબેઝ ઉપર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં Tu-95, Tu-22M3 જેવા સ્ટ્રેટેજિક બોમ્બર્સને નુકસાન પહોંચાડયું હતું. યૂક્રેન અત્યાર સુધી રશિયામાં 117 ડ્રોન લોન્ચ કરી ચૂક્યું છે. 40 વિમાનોને નુકસાન પહોંચાડ્યું છે.
રશિયાના 414 વિમાનો તોડી પડાયા
યૂક્રેનના જનરલ સ્ટાફ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, 2022 માં જંગ શરૂ થયા પછી રશિયાના 414 વિમાનો તોડી પડાયા છે. વિશ્લેષકોનું માનવું છે એ મુજબ યૂક્રેનની રણનીતિનો એક ભાગ છે. જેના કારણે રશિયાની હવાઈ શક્તિ નબળી પડે અને નાગરિક વિસ્તારોમાં હુમલા ઘટાડી શકાય.