અદાણી જુથની સિમેન્ટ ઉત્પાદક કંપનીઓ અંબુજા સિમેન્ટ્સ અને ACCએ Science Based Targets initiative (SBTi) દ્વારા નેટ-ઝીરો ટાર્ગેટ્સને કંપની તરીકે માન્યતા મળી છે. SBTi નું Corporate Net-Zero Standard એ દુનિયાનું એકમાત્ર ફ્રેમવર્ક છે જે વૈજ્ઞાનિક ધોરણે માન્ય લક્ષ્યાંકોના અનુરૂપ કોર્પોરેટ નેટ-ઝીરો ટાર્ગેટ્સ માટે માર્ગદર્શન આપે છે. SBTi દ્વારા મળેલી માન્યતા એ બતાવે છે કે બંને કંપનીઓ સ્થિર અને જવાબદાર બિઝનેસ મૉડલ તરફ જે સરળ છે તે નહીં પરંતુ જરૂરી છે તે કરવાની સાથે વળવાના પ્રબળ સંકલ્પ સાથે આગળ વધી રહી છે. આ માન્યતા તેમને લો-કાર્બન ટ્રાન્ઝિશનમાં કોર્પોરેટ લીડર્સ તરીકેનું સ્થાન અપાવે છે અને ભારતના ઔદ્યોગિક ડિકાર્બનાઈઝેશનના યોગદાનમાં તેમને મોખરે લાવે છે.


