નવરાત્રિ તહેવારનો આજથી આરંભ થયો છે. નવરાત્રિમાં માતાના જુદા-જુદા 9 સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે. આ દિવસોમાં અનેક લોકો એકટાણું વ્રત અથવા ફકત ફળાહરનું વ્રત કરતા હોય છે. માતાજીની ઉપાસનામાં ભક્તો દ્વારા કરાતા ઉપવાસમાં ફળો ઉપરાંત ડ્રાયફ્રૂટસનું પણ સેવન કરવામાં આવે છે. ઉપવાસમાં શરીરને વધુ સ્ફૂર્તિવાન રાખવા તમે આ ડ્રાયફ્રૂટસનું ચોક્કસપણે સેવન કરી શકો છો. આ ડ્રાયફ્રૂટને પલાળીને ખાવામાં આવે તો શરીરમાં તેની જાદુઈ અસર દેખાશે.
પલાળેલા ડ્રાયફ્રૂટસ ખાવાના ફાયદા
કિસમસ: રાત્રે પલાલેળી કિસમસ ખાવાથી હાડકા મજબૂત બનશે. ખાવાની આદતો અને ખરાબ જીવનશૈલીને કારણે શરીરમાં લોહીની ઉણપ અથવા એનિમિયાની સમસ્યા થાય છે. શરીરમાં લોહી અને આર્યનની ઉણપ દૂર કરવા પલાળેલી કિસમસ સાથે ચણા ખાવાથી જબરજસ્ત ફાયદો થશે. ઉપવાસના દિવસોમાં શરીરમાં આવશે સ્ફૂર્તિ.
બદામ : પલાળેલી બદામ ખાવાથી પાચનતંત્ર મજબૂત થશે. આ ડ્રાયફ્રૂટસને તમે અનેક રીતે ખાઈ શકો છો. પલાળેલી બદામ એન્ટીઓકિસડન્ટોનો સારો સ્રોત છે. સવારે ખાલી પેટે તેના સેવનથી ભૂખ નિયંત્રિત થશે અને વજન ઘટાડવા માટે અસરકારક વિકલ્પ છે.
અખરોટ : પલાળેલી અખરોટ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવન ઓછું થશે. કબજિયાત, ગેસ અને પેટમાં સોજાના આ ડ્રાયફ્રૂટનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે પલાળેલી અખરોટ. ઉપવાસના દિવસોમાં તેના સેવનથી પેટ સ્વસ્થ રહેતા મૂડ પાણ સારો રહેશે.
અંજીર : અંજીર ખાવાથી લોહીમાં શુગરનું પ્રમાણ ઘટશે. તેમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન A અને વિટામિન B ભરપૂર પ્રમાણમાં છે. પલાળેલા અંજીર શરીરના પોષકતત્વોને જલદી શોષી લે છે. તેમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ હોર્મોન્લ અસંતુલનની સમસ્યામાં અસરકારક છે. ઉપવાસના દિવસોમાં તેના સેવનથી થાક અને નબળાઈ લાગતી નથી.
ઉપવાસ કરવાના ફાયદા
ઉપવાસ કરવું એ ફક્ત ધાર્મિક પરંપરા કે આધ્યાત્મિક માન્યતા નથી. પરંતુ ઉપવાસ શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ઉપવાસથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. ઉપવાસ કરવાથી તમે વધુ પડતું ભોજન કરવાથી બચો છો. તમારા મેટાબોલિક સ્વાસ્થ્ય પર અસર કરે છે ઉપવાસ. ઉપવાસથી શરીરમાં વધુ ફેટ બર્ન થતું નથી. પૌષ્ટિક આહારના કારણે શરીરમાં વારંવાર થતી કબજીયાત, પેટની સમસ્યા તેમજ સાંધાના દુખાવો પણ દૂર થાય છે. ઉપવાસ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.


