થોડા સમય પહેલા ફેફસાના રોગને વૃદ્ધત્વ સાથે સંકળાયેલી સમસ્યા માનવામાં આવતી હતી. પરંતુ આજે 35 થી 40 વર્ષના ઉંમરના લોકો પણ ફેફસા સંબંધિત બીમારીનો ભોગ બની રહ્યા છે. ફેફસાની સમસ્યા પાછળ સૌથી મોટું કારણ ધુમ્રપાન માનવામાં આવે છે. જો કે કેટલાક કિસ્સામાં ધુમ્રપાન અને તમાકું ના લીધા બાદ પણ ફેફસાની ફરિયાદ થયાનું જોવા મળ્યું છે. શરીરમાંથી ઓક્સિજન લેવા અને કાર્બન ડાયોકસાઈડ બહાર કાઢવાનું કાર્ય કરે છે ફેફસાં. એટલે શરીરના સ્વાસ્થ્ય માટે ફેફસાંની સ્વસ્થતા વધુ જરૂરી છે.
ફેફસા નબળા પડવાના કારણો
કેન્સર જેવા મોટી સમસ્યાથી દૂર રહેવા ફેફસાંને સ્વસ્થ રાખવા જરૂરી છે. વૈજ્ઞાનિક સંશોધન પ્રદૂષિત હવા, અગરબતીનો ધુમાડો, ખોટી જીવનશૈલી, ડિપ્રેશન, અસંતુલિત આહારના કારણે ફેફસાં નબળા પડે છે. આપણી આસપાસની આ સામાન્ય બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો કેન્સર જેવી સમસ્યા થઈ શકે છે. ફેફસાંને મજબૂત અને જાળવવા માટે કેટલીક બાબતો વધુ મહત્વની છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ ફેફસા સ્વસ્થ રાખવા દૈનિક શ્વાસ લેવાની કસરતો, ચાલવાની આદત, પુષ્કળ પ્રવાહી પીવા જેવી સ્વસ્થ આદતો અપનાવવી જોઈએ.
ફેફસાં સ્વસ્થ રાખવાના અસરકારક ઉપાય
હેલ્થ એક્સપર્ટ કહે છે કે રોજિંદી પ્રવૃત્તિઓમાં જો તમે આ વસ્તુઓ પર ધ્યાન આપશો તો જરૂર આજના પ્રદૂષણ યુગમાં તમે ફેફસાં સ્વસ્થ રાખી શકશો. આ માટે તમે દિવસભર વધુમાં વધુ પાણી પીવું જેથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી શકે અને સરળતાથી શ્વાસ લઈ શકીએ. યોગ, ધ્યાન અને પ્રાણાયામને દૈનિક પ્રવૃત્તિમાં સામેલ કરશો તો માનસિક તણાવ ઓછો થશે. વ્યસન છોડી દો, માઈક્રોપ્લાસિટકનો ઉપયોગ ઘટાડો, તાજા શાક અને ફળ વધુ લેવા, દરરોજ 15 મિનિટ કોઈપણ રીતે સૂર્યપ્રકાશ લો. જેથી વિટામિન ડી મળી રહે. વધુ પડતા સુગંધીદાર પરફયુમનો ઉપયોગ ટાળો, અગરબત્તીના ધુમાડાથી દૂર રહો, કુદરતી રીતે ઓકિસજન મળે માટે ઘરમાં તુલસીનો છોડ રાખો. અને 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ જરૂર કરો.


