આજની વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનશૈલીના કારણે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. વજન વધવું એક સામાન્ય સમસ્યા બની છે. પરંતુ વધતા વજનના કારણે અન્ય દુર્લભ બીમારીના સંકજામાં લોકો આવે છે. ખોટી ખાવાની આદતો, વ્યાયામ ન કરવાની આદતના કારણે લોકો હાર્ટએટેક જેવા દુર્લભ બીમારીના શિકાર થાય છે. હેલ્થ એક્સપર્ટના મતે જો ફક્ત નિયમિત ચાલવાની કસરત કરવામાં આવે તો હૃદયને સ્વસ્થ રાખી શકીએ છીએ.
હૃદયના સ્વાસ્થય માટે કરો ચાલવાની કસરત
હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે આજકાલ લોકો સોશિયલ મીડિયામાં વધુ વ્યસ્ત છે. પરંતુ પોતાના સ્વાસ્થ્ય માટે ફક્ત 20 મિનિટ પણ કાઢતા નથી. અને જયારે તેઓ કોઈ સમસ્યાના શિકાર થાય છે ત્યારે પ્રોટીન પાવડર અને મોંઘી દવાઓથી લઈને વારંવાર દવાખાનાની મુલાકાત લે છે. તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. આજકાલ યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે જે તેમની આ ખરાબ આદતોના કારણે છે. માટે, હૃદયના સ્વાસ્થય માટે ફક્ત 20 મિનિટ દરરોજ ચાલવું જોઈએ. જો તમે નિયમિત 20 મિનિટ સામાન્ય ચાલવાની કસરત કરશો તો તેની અસરો અનેકગણી વધી જશે. દરરોજ
શરીર સ્વસ્થ અને હૃદય મજબૂત રહેશે
હૃદયનું સ્વાસ્થ્ય ફક્ત મોંઘી દવાઓ કે જિમ મશીનો પર આધારિત નથી, પરંતુ તમે દરરોજ લેતા નાના નિર્ણયો પર આધારિત છે. સવારે ઉઠવું, થોડા ડગલાં ચાલવું, ઊંડો શ્વાસ લેવો અને તમારા શરીરને થોડો સમય આપવો એ વાસ્તવિક રોકાણ છે જે લાંબા આયુષ્યમાં લાભદાયી છે. દરરોજ ચાલવું એ કોઈ કાર્ય નથી પરંતુ તમારા શરીરની જરૂરિયાત અને તંદુરસ્ત સ્વાસ્થ્યનું રોકાણ છે. પાતળુ થવું હોય તો રોજ ઓછામાં ઓછા 10,000 પગલાં ચાલવાની ડોક્ટર સલાહ આપે છે. પરંતુ હૃદય સ્વસ્થ રાખવા તમારે ફક્ત 20 મિનિટમાં જેટલા પગલા ચલાય તેટલું ચાલવું. તમે ઝડપી નહીં પરંતુ સામાન્ય ચાલની કસરત કરી શકો છો. દરરોજ ચાલવાની નાની આ આદત તમારા શરીર સ્વસ્થ અને હૃદયને મજબૂત રાખશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)


