મુંબઇમાં ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલે 89 ઉંમરે અંતિમ શ્વાસ લીધા. પુત્ર સની દેઓલે તેમના મુખાગ્નિ આપી. બોલિવુડના દિગ્ગજ અભિનેતાના નિધનથી બોલિવૂડ સહિત રાજકીય દિગ્ગજો પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું.
પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
પીએમ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું કે ધર્મેન્દ્રના નિધનથી ભારતીય સિનેમામાં એક યુગનો અંત આવ્યો. તેઓ એક પ્રતિષ્ઠિત ફિલ્મ પર્સનાલિટી હતા, એક અસાધારણ અભિનેતા હતા જેમણે ભજવેલી દરેક ભૂમિકામાં ઊંડાણ અને આકર્ષણ જોવા મળતુ. તેમણે અલગ અલગ પ્રકારના રોલ નિભાવ્યા જે અગણિત લોકોના દિલ પર છવાયા. ધર્મેન્દ્રજી તેમની સાદગી, નમ્રતા અને પ્રેમ માટે જાણીતા હતા. આ દુઃખની ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો સાથે છે. ઓમ શાંતિ.


