આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદીને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 1.22 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્ય સરકારને માવઠાથી નુકસાની અંગે 21.70 લાખ અરજી મળી છે.
ખેડૂતોને 100.84 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 1.22 લાખ લોકો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે. 2.76 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને 100.84 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારને 21.38 લાખ અરજીઓ મળી
આ ઉપરાંત માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારને 21.38 લાખ અરજીઓ મળી છે. જેમાં 1.38 લાખ અરજી મંજૂર કરી સહાયની પ્રકિયા હાથ ધરાઈ છે. પાંચ જિલ્લામાં બે લાખમાંથી 32 હજાર અરજીઓ મંજૂર કરાઈ છે. બીજી અરજીઓ પર કામ ચાલુ છે.


