બોડેલી તાલુકાના ઉચાપાન ગામે ફરી એકવાર તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. દરગાહ પર માનતા પૂરી કરવા ગયેલા પરિવારના બંધ મકાનમાંથી ત્રણ તિજોરી તોડી લાખોની માલામત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. રાત્રે પોણા બે વાગ્યે માનતા કરી પરત આવેલા પરિવારને સમગ્ર મામલે જાણ થતા પરિવાર સ્તબ્ધ રહી ગયો હતો. આ કેસમાં છોટાઉદેપુર એલસીબી તેમજ બોડેલી પોલીસે સંયુક્ત રીતે તસ્કરોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.
બોડેલી તાલુકાના ઉચાપાન ગામમાં ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. શિયાળાની સીઝન શરૂ થતાં જ તસ્કરો બંધ મકાન ને નિશાન બનાવી રહ્યાં છે, અને છેલ્લા એક વર્ષમાં અહીં કેટલીક ચોરીની ઘટનાઓ બનવા છતાં કોઇ પણ ચોરી નો ભેદ આજ દિન સુધી ઉકેલો નથી બોડેલી તાલુકાના ઉતાપણ ગામની આ ઘટનામાં બસસ્ટેન્ડ વિસ્તારમાં શેખ જમીલ ઇસ્માઈલ હાડવૈદના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મંગળવારે પરિવાર દરગાહ પર માનતા પૂરી કરવા પાલેજ ગયો હતો, ત્યારે તસ્કરોએ રેકી કરી મકાનના મુખ્ય પ્રવેશ દ્વારનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી ત્રણ તિજોરીને તીક્ષ્ણ હથિયારથી તોડી ઘરેણાં અને રોકડ માલમતાં તેમજ સોનાનો દોરો, એરિંગ, સેટ, પેન્ડલ, બંગડી, પાટલા, પાયલ સહિતના દાગીના તથા રોકડ રકમ સહિત લાખોની માલમતા ની ચોરી કરી પાછળનો દરવાજો ખોલી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પરિવાર બુધવારે રાત્રે 1:45 વાગ્યા ની આસપાસ પાછો ફરતા થઈ હતી મકાનના દરવાજા તૂટેલા અને સામાન વેરવીખેર હાલતમાં જોઈ પરિવારજનો અચમ્બા માં મુકાયા હતા સમગ્ર મામલાની જાણ કરવા માટે પરિવારના સભ્યોએ તુરંત 112 ઇમરજન્સી સેવા ને જાણ કરાતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. સ્થાનિક લોકોની માંગ છે કે ગામમાં તાત્કાલિક આઉટ પોસ્ટ પોલીસ મથક બનાવવામાં આવે અને પોલીસ પેટ્રોલિંગ પણ સઘન કરવા માગ કરાઈ છે.


