પાણીની ટાંકીના લોકાર્પણમાં ધારાસભ્યએ અધિકારીઓને ટકોર કરી હતી અને કહ્યું હતુ કે, કામ એવું કરો કે લોકો ફરી યાદ કરે, ફરિયાદના બે મતલબ થાય છે તેમ સીકે રાઉલજીનું કહેવું છે, એક એવું કે કામને લઇ લોકો ફરી યાદ કરે અને બીજો એવો મતલબ થાય છે કે, કામ એવું ખરાબ ન કરો કે લોકો ફરિયાદ કરે.
ધારાસભ્યએ અધિકારીઓ અને પાલિકાના પદાધિકારીઓને કરી ટકોર
પાણીની ટાંકીના લોકાર્પણ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજીએ ટકોર કરી હતી કે, કામ એવુ કરો કે લોકો ફરિયાદ કરે અને ફરિયાદનો મતલબ બે થાય એક તો કામ એવુ કે કામ ને લઇ લોકો ફરી યાદ કરે, અને કામ એવુ ખરાબ ના કરો કે લોકો ફરિયાદ કરે. કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ, પાલિકા ઉપપ્રમુખ હાજર હતા તે દરમિયાન કરી ટિપ્પણી. તો આવી ટિપ્પણી કરતા સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા હતા અને ધારાસભ્યએ આડકતરી રીતે કહ્યું કે, કામ તો કરવું જ પડશે.
ગોધરામાં એક મહિના અગાઉ નવીનીકૃત ટાઉનહોલનું પણ લોકાર્પણ કરાયું
ગોધરામાં નવીનીકૃત ટાઉનહોલ સરદારનગર ખંડનું લોકાર્પણ 01 વેમ્બરના રોજ કરવામાં આવ્યું હતુ. ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે આ વિધિપૂર્વક લોકાર્પણ કરાયું હતુ, આ ટાઉનહોલ ગોધરાના સાંસ્કૃતિક કાર્યક્રમો, જાહેર સભાઓ અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ સ્થળ બનશે.


